Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા મંડળીઓ માટે વન ડે સેમીનાર

રાજકોટ : જિલ્લા સહકારી સંઘ દ્વારા મંડળીઓ  માટે સેમીનાર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી શિક્ષણ તાલીમ, પ્રચારના ભાગરૂપે કાર્યક્ષેત્રની જનરલ શરાફી તથા પગારદાર કર્મચારી સહકારી મંડળીઓ માટે નંદવાણા બ્રાહ્મણ બોર્ડીંગ ખાતે વન ડે સેમીનારનું આયોજન કરાયુ હતુ. ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદના માનદમંત્રી જસદણ માર્કેટીંગ યાર્ડના ચેરમન, રાજકોટ જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી અરવિંદભાઇ તાગડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સેમીનારમાં જિલ્લા સંઘના ડીરેકટર ધીરૂભાઇ ધાબલીયા, હેમંતસિંહ જાડેજા, પ્રવિણભાઇ છાયાણી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડીરેકટર યજ્ઞેશભાઇ જોષી, વિંછીયા તાલુકા સહકારી આગેવાન પ્રવિણભાઇએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. સેમીનારમાં રાજકોટ કોમ.કો.ઓપ. બેંકના સી.ઇ.ઓ. પુરૂષોતમ પીપરીયા, આસી. જનરલ મેનેજર પ્રકાશભાઇ શંખાવાલા, એન.આઇ.સી.એમ. ગાંધીનગરના નિવૃત્ત ડાયરેકટર ડી. એમ. બાવરવા, સી.એ. વિજયભાઇ પોપટ, માંડવરાયજી શરાફી સહકારી મંડળીના મેનેજર રશ્મિબેન મારડીયા, માર્કેટીંગ એડવાઇઝર કેયુરભાઇ બુચે વિષય તજજ્ઞ તરીકે આ સેમીનારમાં માર્ગદર્શન પુરૂ પાડેલ. સેમીનારમાં સંઘ અમદાવાદ તરફથી વર્ષ ૨૦૨૦-૨૧ ના વર્ષમાં સારૂ અને ઉત્કષ્ટ કાર્ય કરનાર પગારદાર કર્મચારી મંડળીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ. જેમાં પ્રથમ ક્રમે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના કર્મ. ધી.ગ્રા.સહ.મં.લી. રાજકોટ, દ્વીતીય ક્રમે એસ. આર. પી. એફ. ગોંડલના કર્મ.ધી.ગ્રા.સહ.મં.લી. ગોંડલ તથા તૃતીય ક્રમે ગૃજરાત સ્ટેટ કો.ઓપ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંકના કર્મચારીઓની ધીરાણ ગ્રાહક સહકારી મં.લી. રાજકોટ આવેલ. જેઓને અનુક્રમે રૂ.૫ હજાર, રૂ.૪ હજાર, રૂ.૩ હજાર રોકડ પુરસ્કારો અપાયા હતા. ઉપરાંત રાજ બેંકના નવનિયુકત સી.ઇ.ઓ. અને જનરલ મેનેજર જુલીબેન સાવલીયા, સૌ.યુનિ. તથા સી.યુ.એસ. સુરેન્દ્રનગર યુનિ. તરફથી ગોલ્ડ મેડલ મેળવનાર પૂજાબેન પરમાર, સહકાર ભારતીના શહેર પ્રમુખ તરીકે વરણી થતા તથા કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડો. એન. ડી. શીલુ, કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડો. ઝાલાને શિલ્ડ આપી વિશેષ સન્માન કરાયુ હતુ. તેમજ તમામ લેકચરરને શિલ્ડ એનાયત કરાયા હતા. સમેનારનું સ઼ચાલન જિલ્લા સંઘના સી.ઇ.આઇ. શ્રી એ. જે. ઘેટીયાએ સંભાળ્યુ હતુ. જયારે અંતમાં આભારવિધિ લક્ષ્મી શરાફી સહકારી મંડળીના ચેરમેન નાથાભાઇ ટોળીયાએ કરેલ. 

(3:17 pm IST)