Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ઓપનગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટના વિજેતાઓને ઇનામ - શિલ્ડ - પ્રમાણપત્ર એનાયત

રાજકોટ : ગેસ્ફોર્ડ ચેસ કલબ અને કાઠીયાવાડ જીમખાનાના સંયુકત ઉપક્રમે ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ જીમખાના ખાતે યોજવામાં આવી હતી. અતિથિ વિશેષ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, અર્જુનભાઇ પટેલ, મુકેશ ભટ્ટના હસ્તે દીપપ્રગટાવી ઉદ્દઘાટન કરાયુ હતુ. ટુર્નામેન્ટમાં આશરે ૬૦ જેટલા ઇનામો જુદી જુદી કેટેગરીમાં ખેલાડીઓને અપાયા હતા. જેમાં લેડીઝ ટુર્નામેન્ટમાં અનુક્રમે યશ્વી મારવાણીયા, હિર પટેલ, ધ્રુવી શેઠ, દિવ્યાંશી ગોસ્વામી અને હીર બાબરીયા વિજેતા બનેલ. જયારે અંડર ૧૭ માં અનુક્રમે યશ પ્રિત્રોડા, હીમીષ બાબરીયા, પુષ્ટિ ઠુમ્મર, પિયુષ ભારતી, કિરત તરવાણી, અંડર ૧૧ માં અનુક્રમે દેવ ભટ્ટ, કન્દર્પ વોરા, દેવ પિત્રોડા, કાવ્યા સેંગરા, સ્વયં ચુડાસમા અને ઓપન કેટેગરીમાં અંકિત ચુડાસમા (ભાવનગર), ઉદીત કામદાર, રૂસાંગ ત્રિવેદી, મન અકબરી, અક્ષીત કાચા વિજેતા બન્યા હતા. પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, બ્રહ્મ સમાજના યુવા અગ્રણી અંશ ભારદ્વાજ, જાનવીબેન લાખાણી, હસુભાઇ ગણાત્રા, અજીતભાઇ દોશી, સંજયભાઇ મોદી, જીસીસી પ્રમુખ વિશાલભાઇ મોદી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, વલ્લભભાઇ પીપળીયા, હર્ષિલભાઇ શાહ, દિવ્યરાજસિંહ મકવાણાના હસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા વિશાલ સોલંકી, કિશોરસિંહ જેઠવા, ભાવેશભાઇ કાલરીયા, ચિરાગભાઇ સંઘવી, મહેશભાઇ ચૌહાણ, અનિલભાઇ શુકલ, જય ડોડીયા, રાજેશભાઇ ધ્રુવ, મહેશભાઇ વ્યાસ, દિપકભાઇ જાની, સિધ્ધાર્થભાઇ મહેતા, ધર્મેન્દ્રભાઇ ઓરાએ જહેમત ઉઠાવી હતી. આર્બીટ્રેટર તરીકે પંકજભાઇ પંચોલી (સુરેન્દ્રનગર) એ સેવા આપી હતી. વેલકમ સ્પીચ વિશાલભાઇ સોલંકીએ આપી હતી. 

(3:20 pm IST)