Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

હલેન્ડામાં દરગાહ પાસેથી બે રાજસ્થાની ૯૦ હજારના દારૂના જથ્થા સાથે પકડાયા

ક્રાઇમ બ્રાંચે કાર, વ્હીસ્કી, રમની બોટલો મળી ૩,૦૯,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૨૯: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ થતી રોકવા પોલીસ સતત દરોડા પાડી રહી છે. તે અંતર્ગત વધુ એક કાર્યવાહીમાં સરધારના હલેન્ડા ગામે જમીયલશાપીર દાતારની દરગાહ નજીકથી મુળ રાજસ્થાન ઉદયપુરના સરાડા તાબેના દવાણા ભાવાવત ગામના રાજપાલસિંહ સોહનસિંહ સિસોદીયા (ઉ.૧૮) તથા ઉદયપુરના સરાડાના પીયાવાડી જાવદ ગામના નિર્ભયસિંહ ભીમસિંહ રાજપૂત (ઉ.૨૦)ને સ્વીફટ કાર નં. જીજે૦૩ઇઆર-૪૨૪૫માં રૂ. ૯૦૮૦૦ના દારૂ-રમના જથ્થા સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યા છે. પોલીસે દારૂ, રમ, કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૦૯,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડીસીબીના હેડકોન્સ. સંજયભાઇ ચાવડા, કોન્સ. જગદીશભાઇ વાંક, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલાની બાતમી પરથી પીએસઆઇ એમ. એમ. ઝાલા અને ટીમે આ કામગીરી કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ ઝાલા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, ધીરેનભાઇ માલકીયા, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા, કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેનભાઇ, ઉમેશભાઇ, ભગીરથસિંહ, દિપકભાઇ, જગદીશભાઇએ કામગીરી કરી હતી. બંને શખ્સ રાજસ્થાનથી અહિ કોને દારૂ આપવા આવ્યા હતાં? તે અંગે વધુ તપાસ થઇ રહી છે.

(3:23 pm IST)