Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

કિચનવેરના પેમેન્ટ પેટે આપેલ ચેક રિટર્ન થતાં તેલંગણાના વેપારી સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ર૯ :.. અત્રે કિચનવેરના પેમેન્ટ પેટે આપેલ ચેક રિટર્ન થતાં તેલંગણાના વેપારી સામે કોર્ટમાં ે ફરીયાદ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કોઠારીયા સોલવંટના શ્રી રામ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં 'શ્રીજી એન્ટરપ્રાઇઝ' ના નામથી ધવલભાઇ કાનજીભાઇ શંખાવરા પ્રોપરાઇટર દરજજે કિચનવેર પ્રોડકેટનું મેન્યુફ્રેકચર કરે છે. જે કિચનવેરનો માલ લેવા માટે તેલંગણા રાજયના વરાંગલ શહેરના કે. રતનસીંઘ રહે. ક્રાંતિ હોમ એપ્લાયન્સ, સન રોડ, વ્યંકટેશ્વર મંદિર સામે, વરાંગલ (તેલંગણા) વાળાએ રૂબરૂ આવી રૂ. ૧,૭૭,૯૯ર અંકે રૂપિયા એક લાખ સત્યોતેર હજાર નવસો બાણુની રકમનો કિચનવેર પ્રોડકટનો  માલ ખરીદ કરેલો અને તે માલની રકમ ચુકવવા માટે તેમણે પોતાના ખાતા વાળી કોટક મહિન્દ્રા બેંક, વરાંગલ બ્રાંચનો ઉપરોકત રકમનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની પેઢીના ખાતા વાળી એચ. ડી. એફ. સી. લી., યાજ્ઞિક રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક બિન ચુકતે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતાં રકમ ન ચુકવતા ફરીયાદીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આ કામના આરોપી કે. રતનસીંઘ સામે રાજકોટની સ્પેશીયલ નેગોસીએબલ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરતા કોર્ટે સમન્સ ઇસ્યુ કરી હાજર થવા હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી પેઢી વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલ છે. 

(3:24 pm IST)