Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

જિલ્લા પંચાયતના દ્વારે મુખ્યમંત્રીનું સ્વાગત કરાશે

રાજકોટ તા. ર૯ :.. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ૩૧મીએ રાજકોટ આવી રહ્યા છે. તેઓ સવારે એરપોર્ટથી કાર્યક્રમ   સ્થળ ધર્મેન્દ્રસિંહજી કોલેજ જતા હોય તે વખતે જિલ્લા પંચાયત કચેરીના દ્વારે ચૂંટાયેલી પાંખ અને જિલ્લા ભાજપ દ્વારા ફુલહારથી સ્વાગત કરવાનું આયોજન છે. સંકલન પંચાયત પ્રમુખ ભૂપત બોદર અને પાર્ટી પ્રમુખ મનસુખ ખાચરિયા સંભાળી રહ્યા છે.

આજે ડી. ડી. ઓ. શ્રી દેવ ચૌધરીએ સ્વાગત સ્થળનું નિરીક્ષણ કરી પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન આપ્યું હતું. 

(3:29 pm IST)