Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

રેસકોર્ષ રોડ પર આવિષ્કાર બીલ્ડીંગમાં 'ચાવાલા' દુકાનમાં આગ ભભૂકી

આગમાં ફર્નિચર, દરવાજો, રસોડાનો સામાન, કોમ્પ્યુટર, ગલ્લો સહિતનો સામાન બળી ગયો

રાજકોટ તા. ર૯: રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા આવિષ્કાર બિલ્ડીંગમાં આવેલ 'ચાવાલા' નામની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ આવિષ્કાર બિલ્ડીંગમાં આવેલ ''ચાવાલા'' નામની દુકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગતા કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફના સ્ટેશન ઓફિસર આર. બી. ભટ્ટ લીડીંગ ફાયરેમન અલ્તાફભાઇ રાઉમા, શામળભાઇ, દિલિપસિંહ, વિપુલભાઇ, ફારૂકભાઇ, બલદેવભાઇ તથા મનીષભાઇ એ સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં ફર્નિચર, દરવાજો, રસોડાનો સામાન, કોમ્પ્યુટર, ગલ્લો તેમજ ગ્રાહકોને બેસવા માટમે બનાવેલ મેળો બળી ગયો હતો.

આગમાં થયેલી નુકશાની અને કયા કારણોસર લાગી તે જાણવા તપાસ થઇ રહી છે. 

(3:53 pm IST)