Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

મહાપાલિકામાં વહીવટ વગર કામો થતા નથી : ઝાલા- રાઠોડ

રાજકોટ તા. ૨૯ : મહાપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં એનઓસી મેળવવા લાંચ લેવાતી હોવાનો ઘટસ્ફોટ થયાની વાતને લઇને કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા અને ચંદ્રેશ રાઠોડે સંયુકત યાદીમાં જણાવેલ છે કે મહાનગરપાલિકામાં વહીવટ વગર કોઇ કામ થતા જ નથી. ભ્રષ્ટાચારમુકત પારદર્શક વહીવટના વચનો ભાજપે આપ્યા હતા. પરંતુ હાલ દરેક જગ્યાએ તોડબાજી ફુલી ફાલી છે. ફાયર બ્રીગેડ ઉપરાંત ફુડ લાયસન્સ, રોશની શાખા, સોલીડ વેસ્ટ સહીતની મહાનગરપાલિકાની કોઇપણ શાખામાં કામ કરાવવા જાવ તો બધે આવુ જ ચાલતુ હોવાનું કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા, ચંદ્રેશ રાઠોડ, એડવોકેટ ઇન્દુભા રાઓલ, ધીરૂભાઇ ભરવાડ, હિતાક્ષીબેન વાડોદરીયા, રમેશભાઇ તલાટીયા, સરલાબેન પાટડીયાએ સંયુકત યાદીના અંતમાં જણાવેલ છે. 

(3:55 pm IST)