Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

રાજકોટમાં વેટ તંત્ર દ્વારા એક ડઝન જેટલા કેટરર્સના ધંધાર્થીઓ પર દરોડા

ગઈકાલથી શરૂ થયેલ તપાસ આજે પણ ચાલુ : સાંજ સુધીમાં મોટાપાયે કરચોરી પકડાવવાની જાહેરાત થશે

રાજકોટ ઉપરાંત ગુજરાતમાં કેટરર્સવાળા પર વેટના તંત્રે ધોંસ બોલાવી છે : કંઈક મહત્વનું પગેરૂ નીકળતા ગઈકાલ બપોર પછી રાજકોટ વેટ તંત્રના જોઈન્ટ કમિશ્નર શ્રી હદવાણીના માર્ગદર્શન હેઠળ ૮ થી ૧૦ જેટલા કે તેથી વધુ મોટા માથા ગણાતા કેટરર્સના ધંધાર્થીઓ ઉપર દરોડાનો દોર ચાલુ કરાયો છે : બપોરે ૨ વાગ્યે મળતા અહેવાલો મુજબ  મોટાભાગે તપાસ પૂર્ણ થઈ છે : વડી કચેરીથી સંકેત મળ્યા બાદ રાજકોટના ધંધાર્થીઓને ત્યાંથી લાખોની કરચોરી અંગે જાહેરાત થાય તેવી શકયતા છે : હાલ અધિકારીઓ સંપૂર્ણ મૌન સેવી રહ્યા છે અને તમામના ફોન પણ માત્ર રીંગ વગાડતા અનુભવાયા હતા

(3:56 pm IST)