Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

માંડા ડુંગર પાસે હોળીની રાતે યુવતિને મળવા ગયેલા વિકાસની ધોલધપાટ

મુળ બિહારના યુવાનને ફોન કરી વાત કરવા બોલાવાયોઃ ત્‍યાં જ યુવતિના સગા આવી જતાં બઘડાટી

રાજકોટ તા. ૩૦: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મુળ બિહારના વિકાસ પ્રકાશભાઇ ગોર (ઉ.વ.૧૮)ને હોળીની રાતે નજીકની સોસાયટીમાં હતો ત્‍યારે ધોકા ઢીકાપાટુનો માર મારવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

વિકાસના ભાઇ સંતોષના કહેવા મુજબ વિકાસને કોઇ છોકરી સાથે મિત્રતા હોઇ તેણીનો ફોન આવતાં તે વાતચીત કરવા ગયો હતો. વિકાસ આગળ હતો અને છોકરી પાછળ ચાલતી હતી અને વાતો કરતાં હતાં એ વખતે છોકરીના સગા આવી જતાં કોણ છે? શું કામ વાત કરે છે? પુછી ઝઘડો કરી મારકુટ કરી લીધી હતી. વિકાસને ગળાના ભાગે ઇજા થતાં દાખલ કરવો પડયો હતો.

બહાર નહિ બેસવાનું કહી પોપટપરામાં સચીન પર હુમલો

પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતાં સચીન ઢોલીરામ આનપર (ઉ.વ.૩૪)ને તે હોળીની રાતે અગિયારેક વાગ્‍યે ઘર બહાર ઓટલા પર બેઠો હતો ત્‍યારે પડોશી રામભાઇ અને તેના પત્‍નિ સહિતે બહાર નહિ બેસવાનું કહી ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

(12:25 pm IST)