Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

'તારા નોકરીના પૈસા આપી દેવાના, જો નહીં આપે તો સંબંધ રાખવો નથી' કહી શિક્ષિકા બિન્નીબેનને ત્રાસ

સોપાન હીલમાં રહેતાં મૂળ વીસનગરના શિક્ષક પતિ જીજ્ઞેશ, સસરા રાજેન્દ્રભાઇ અને સાસુ જયોત્સનાબેન સામે ગુનો

રાજકોટ, તા. ૩૦ :  રૈયા રોડ ધરમનગર પાસે સોપાન હીલ એપાર્ટમેન્ટમાં લગ્નના પંદર દિવસ બાદ શિક્ષિકાને તારા નોકરીના પૈસા આપી દેવાના, જો નહીં આપે તો સંબંધ રાખવો નથી. કહી મુળ વિસનગરના શિક્ષકપતિ, સાસુ અને સસરા ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર આલાપગ્રીન સીટી પાછળ કૈલાશ પાર્ક શેરી નં.૩, ઓમ સાંઇનાથ પાર્કમાં માવતરના ઘરે રહેતા બિન્નીબેન જીજ્ઞેશભાઇ શાહ (ઉ.વ.ર૬) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં રૈયા રોડ આલાપગ્રીન સીટીની પાછળ, ધરમનગર, સોપાન હીલ કયુ-૧૦૧ માં મુળ વિસનગર મહેસાણા ચોકડી પાસે રોયલ રેસીડેન્સી એ-૧­૦૬માં રહેતા શિક્ષક પતિ જીજ્ઞેશ શાહ, સાસુ જયોત્સનાબેન શાહ અને સસરા રાજેન્દ્રભાઇ માધવલાલભાઇ શાહના નામ આપ્યા છે. બિન્નીબેન ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના એકાદ વર્ષ પહેલા વીસનગર મહેસાણા ચોકડી પાસે રોયલ રેસીડેન્સી એ-૧૦૬માં રહેતા શિક્ષક જીજ્ઞેશ શાહ સાથે શાસ્ત્રોકત વિધી મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે વિસનગર પતિ સાથે પંદર દિવસ રોકાયેલ અને આ સમયે દરમ્યાન બંને ફરવા માટે ગયા હતા અને ત્યાંથી પાછા આવતા પોતે રાજકોટ શિક્ષિક તરીકે પ્રાઇવેટ નોકરી કરતા હોઇ આથી પોતે તથા સાસુ-સસરા પોતાની સગાઇ પહેલા જ રાજકોટ રૈયા રોડ ધરમનગર પાસે સોપાન હીલ એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. પતિ કોટડાગામ (ડીસા) ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હોઇ આથી તે વીસ નગર રહેતા હતા અને તે રાજા હોય ત્યારે તેમજ વાર તહેવારે રાજકોટ અમારી સાથે રહેતા આવતા હતા. પતિ લોકડાઉન થતા અહીં રાજકોટ રહેવા આવતા રહ્યા હતા. આ સમય દરમ્યાન તે પોતાની સાથે નાનીનાની વાતમાં ઝઘડાઓ કરી માથાકુટ કરતા અને જેમ ફાવે તેમ અપ શબ્દ બોલતા હતા. મારા પતિ વિસનગર હતા ત્યારે ફોન ઉપર પણ કારણ વગર ઝઘડાઓ કરતા હતા અને કયાંય બહાર પણ જવા દેતા નહીં તેમજ માવતરે જવા આવવામાં પણ રોકટોક કરતા હતા. અને પતિ કહેતા કે હું કહુ તેમ જ થવું જોઇએ જો પોતે કયારેક તેના કહેવા મુજબ ન થાય તો હાથ પણ ઉપાડી લેતા હતા. પોતે શિક્ષિક તરીકે નોકરી કરતા હોઇ તેથી પોતાને કહેતા કે, તારા નોકરીના તમામ પૈસા અને આપી દેવાના અને જો નહી આપે તો અમારે આ સંબંધ રાખવો નથી અને સાસુ કહેતા કે ઘરમાં તુ પૈસા ન આપે તો અમારે આવી વહુ શુ કામની તેમ કહી મેણા ટોણા મારતા હતા. અને સસર પણ પોતાની સાથે અવાર-નવાર ઝઘડો કરી માનસીક ત્રાસ આપતા હતા. તેથી પોતે માવતરે ગયા બાદ માતા-પિતાએ અવાર નવાર સમાધાન કરવા જતા ત્યારે તેઓ કહેતા કે તમારી દિકરી નોકરી કરે છે તે તમામ સેલેરી અમોને આપવી જોઇએ અને મારા દિકરાનો સ્વભાવ તો આવો જ રહેશે તેમ કહી સમાધાન કરેલ નહી બાદ પોતે મહિલા પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે તેઓને પોલીસ મથકે બોલાવતા તેઓ એ કહેલ કે 'અમો સમાધાન કરી તેડી જશુ'  પરંતુ તેઓ તેડવા ન આવતા પોતે ફરીયાદ  નોંધાવી હતી. આ અંગે હેડ કોન્સ. એસ.જી.ગોસાઇએ તપાસ હાથ ધરી છે.

(1:27 pm IST)