Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા એપ્રિલમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ

બે સેશનમાં આયોજન : ૧૧ મીએ ફાઇનલઃ મહિલાઓ માટે પ્રોત્સાહક મેચઃ ચુંટાયેલા પ્રજાપતિ સમાજના કોર્પોરેટરોનું સન્માન પણ કરવામાં આવશે

રાજકોટ તા. ૩૦ : સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા તા. ૨ એપ્રિલથી ૪ એપ્રિલ અને તા. ૯ એપ્રિલથી ૧૧ એપ્રિલ એમ બે તબકકામાં દિવસ પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનું  રાજકોટ-મોરબી હાઇવે પર રતનપર ગામ પાસેના રૂદ્રશકિત મેદાન ખાતે આયોજન કરાયુ છે.

સેવા સંગઠન અને યુવા શકિત જાગૃત થાય તેવા ઉમદા હેતુથી યોજાયેલ આ ટુર્ના.માં દરરોજ સવારે ૭ થી સાંજના ૬ સુધી મેચ રમાશે. દરેક મેચ ૧૨-૧૨ ઓવર અને નોકઆઉટ પધ્ધતીથી રમાડાશે. હિન્દી-ગુજરાતી-અંગ્રેજી કોમેન્ટરી અપાશે. પ્રોફેશનલ અમ્પાયર દ્વારા અમ્પાયરીંગ થશે.

ગ્રાઉન્ડ પર પ્રેક્ષકો અને અતિથિ માટે બપોરે ૧૨ થી ર ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવશે. ટ્રોફીનો ફાઇનલ મેચ તા. ૧૧ ના રમાડવામાં આવશે. એક મેચ મહિલા ક્રિકેટ ટીમ માટે પણ ગોઠવવામાં આવશે. વિજેતાને ચેમ્પીયન ટ્રોફી અને રોકડ પુરષ્કાર રૂ.૨૧,૧૧૧ તથા રનર્સઅપ ટીમને ટ્રોફી તથા રોકડ પુરષ્કાર રૂ.૧૧,૧૧૧ અપાશે. મેન ઓફ ધ સીરીજને ટ્રોફી અને રૂ.૨,૧૧૧ તેમજ દરેક મેચમાં ભાગ લેનાર ટીમને અને દરેક મેચના મેન ઓફ ધ મેચને ટ્રોફી અપાશે.

સાથો સાથ આ અવસરે પ્રજાપતિ સમાજના નવા ચુંટાઇ આવેલ કોર્પોરેટરો સર્વશ્રી ડો. અલ્પેશભાઇ મોરજરીયા, ભાવેશભાઇ દેથરીયા, શ્રીમતી લીલુબેન જાદવ, શ્રીમતી મિતલબેન લાઠીયાનું પણ તા. ૧૧ ના રવિવારે ફાઇલન મેચ સમયે સન્માન કરવા આયોજન કરાયુ છે.

વિશેષરૂપે પ્રજાપતિ સમાજની દિકરીઓની ર ટીમો વચ્ચે પ્રોત્સાહક મેચ રમાવડવામાં આવશે. નામી અનામી કલકારો, મહેમાનો ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધારશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પરેશ ધોકીયા મો.૮૦૦૦૮ ૮૮૦૦૪, આશિષ પાણખાણિયા મો.૯૯૨૫૮ ૮૬૫૬૮, અલ્કેશ જાદવ મો.૯૯૦૪૦ ૪૬૩૨૭ કૌશિક જગતિયા મો.૯૨૨૭૭ ૭૭૯૦૫, મહેશ ભરડવા મો.૮૨૩૮૭ ૮૮૧૮૮, જાબાલ કટકીયા મો.૯૮૯૮૧ ૫૪૧૫૩, અમિત આંદોદરીયા મો.૯૮૨૫૪ ૧૫૮૩૩, સંજય ધોકિયા મો.૯૯૨૫૦ ૦૨૮૯૬ ના નેતૃત્વ હેઠ સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:05 pm IST)