Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

આકાશવાણી ચોક વિસ્તારની શાળામાં વેક્સીન સેન્ટર ખુલ્લુ મુકાયુ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીનની કામગીરી સઘન ઝુંબેશથી થાય અને રાજકોટના ૪૫ વર્ષથી વધુ ઉંમરના  વધુને વધુ લોકો વેકસીનનો લાભ લે તે માટે જુદા જુદા પગલાઓ લઇ રહી છે. જે અન્વેય આજ રોજ વોર્ડ નં.૯ અને ૧૦ના રહેવાસીઓને વેકસીનનો લાભ નજીકના સેન્ટરથી મળે તે માટે યુનિવર્સીટી રોડ ઉપર આકાશવાણી ચોક પાસે શિવશક્તિ સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળામાં વેક્સીન સેન્ટરનો શુભારંભ પદાધિકારીઓના શુભ હસ્તે કરાયો. આ અવસરે મેયર ડો.­દીપ ડવ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં.૯ અને ૧૦ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, જયોત્સનાબેન  ટીલાળા, નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, વોર્ડ નં.૯ અને ૧૦ના ­મુખ મહામંત્રી ­દીપભાઈ નિર્મળ, હિરેનભાઈ સાપરીયા, રજનીભાઈ ગોલ, પરેશભાઈ તન્ના, બંને વોર્ડના ભાજપના અગ્રણીઓ, કુલદીપસિંહ જાડેજા, રાજુભાઈ ઉપાધ્યાય, જયસુખભાઈ કાથરોટીયા, મેરજા સાહેબ, સંગીતાબેન છાયા, મનીષાબેન શેઠ, નીતુબેન કનારા, ભાવનાબેન મહેતા, બલરાજસિંહ રાણા, મહેન્દ્રભાઈ ચુડાસમા, શ્યામ ડાભી, મનીષ ડેડકીયા, વિમલ ત્રિવેદી, સંજય વાધર, હેમતસિંહ ડોડીયા, રોહિતભાઈ શાહ વિગેરે ઉપસ્થિત રહેલ. વેક્સીનની ઝુંબેશને અસરકારક વેગ મળે તે માટે તંત્રની સાથે ચૂંટાયેલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના હોદેદારો ખુબ જ જહેમત ઉઠાવી રહ્ના છે.

(3:10 pm IST)