Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સોરઠીયા રજપૂત સમાજનો નિઃશુલ્ક પસંદગી મેળોઃ જ્ઞાતિના ચૂંટાયેલા કોર્પોરેટરોનું સન્માન

રાજકોટઃ પ્રાતઃ સ્મરણીય પૂ.દેશળભગત, વિરલ વિભૂતિ પૂ.સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકતરાજ સંત શ્રી દેવુભગતની પ્રેરણાથી શ્રી સોરઠિયા રજપૂત સમાજ આયોજિત દીકરા- દીકરીઓની પસંદગીની માટે પસંદગી મેળો અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે કોરોનાની સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડ લાઇનના પાલન સાથે યોજાય ગયો.

આ મન ચાહા પસંદગી મેળામાં ગુજરાતના વિવિધ ગામોમાંથી અંદાજે એકસોથી વધારે દીકરા દીકરીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહેલ. પસંદગી મેળામાં ચારથી વધારે દીકરા દીકરીઓ એ પોતાના મનચાહા જીવનાસાથી પસંદ કરવામાં સફળતા મેળવેલ છે.

ઉલ્લેખનિય છે કે શ્રી સોરઠીયા રાજપૂત  સમાજ પોતાના બધા કાર્યક્રમો નિઃશુલ્ક કરે છે. પસંદગી મેળામાં જામનગર મ્યુ.કોર્પોમાં ચુંટાયેલા સમાજના ક્રિષ્નાબેન સોઢા, ધર્મીનાબેન સોઢા (બારડ) તથા શિક્ષણ સમિતિ જામનગરના ચેરમેન આકાશભાઈ બારડ તેમજ રાજકોટ મ્યુ.કોર્પોમાં ચુંટાયેલા સમાજના શ્રી રાજેશ્વરીબેન ડોડીયા અને સોનલબેન સેલારા તેમજ ગોંડલનગરપાલિકામાં ચુંટાયેલા ઉર્મિલાબેન પરમારનું સમાજ તરફથી સન્માન કરવામાં આવેલ.

આ અવસરે અખિલ ગુજરાત સોરઠીયા રાજપૂત સમાજના પ્રમુખ વિજયભાઈ ચૌહાણ, કિષ્નાબેન સોઢા, મુકુંદભાઈ રાઠોડ, હરનેશભાઈ સોલંકી તથા આકાશભાઈ બારડએ માંગલિક પ્રવચન તેમજ વાલીના પ્રતિનિધિ તરીકે રાજુભાઈ ચૌહાણે પ્રાસંગિક વકતવ્ય રજુ કરેલ.

મિમિક્રી આર્ટિસ્ટ ઉમેશભાઈ રાવે પ્રેક્ષકોને સાત્વિક મનોરંજન પીરસેલ. રેડિયો મિર્ચીના આર.જે.શીતલ, કોર્પો. પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર, શિક્ષણ શાસ્ત્રી મહેશભાઈ ચૌહાણ (હરિવંદના કોલેજ), દાતા સોનલબેન ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ ડોડીયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કાર્તિકભાઈ ચૌહાણ તથા યુવા સમિતિના પ્રમુખ મુકુંદભાઈ રાઠોડના સીધા માર્ગદર્શનમાં વિવિધ કાર્યકર્તા ભાઈ બહેનોએ જહેમત ઉઠાવેલ.

(3:11 pm IST)