Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ધૂળેટીની સાંજે રેસકોર્ષ રીંગ રોડ પર ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ડ્રાઇવ : ૫૧ એનસી કેસઃ રોડ પર થુંકતા ૮ પકડાયા

જંકશન પ્લોટ-૫માં ડ્રોનમાં પાનની દૂકાને ભીડી દેખાઇઃ ગુનો નોંધી દૂકાનદાર સામે કાર્યવાહી : માસ્ક વગર બે ઝપટે ચડ્યાઃ પ્ર.નગર પીઆઇ ચાવડા, મહિલા પીઆઇ પટેલ અને ટીમોની કાર્યવાહીઃ ૯ વાહનો પણ ડિટેઇન

રાજકોટઃ ધૂળેટીના દિવસે રેસકોર્ષ રીંગ રોડ પર ટ્રાફિક માટેની ખાસ ડ્રાઇવ પોલીસે યોજી હતી. જેમાં ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી. ડ્રોનથી જંકશન પ્લોટ-૫માં ચેકીંગ હાથ ધરતાં બાલાજી પાન નામની દૂકાને ભીડ એકઠી થયેલી દેખાતા ત્યાં જઇ તપાસ કરતાં દૂકાનદારે પોતાનું નામ જગદીશ બલવંતભાઇ આસવાણી (ઉ.૩૦-રહે. પરસાણાનગર-૧) જણાવ્યું હતું. તેની દૂકાને સેનેટાઇઝર પણ નહોતું અને સોશિયી ડિસ્ટન્સનો ભંગ થયો હોઇ આઇપીસી૧૮૮ મુજબ ગુનો નોંધ્યો તેમજ સીઆરપીસી ૪૧ (એ) મુજબ નોટીસ આપી હતી. આ ઉપરાંત રેસકોર્ષ રીંગ રોડ પર ૫૧ એનસી કેસ, થૂંકવાના ૮ કેસ, માસ્કના બે કેસ કરાયા હતાં અને નિયમ ભંગ બદલ ૯ વાહનો ડિટેઇન કરાયા હતાં. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચના હેઠળ ખુદ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા અને પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, મહિલા પોલીસ મથકના પીઆઇ એસ. આર. પટેલ અને તેમની ટીમોએ આ કાર્યવાહી કરી હતી.

(3:14 pm IST)