Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રામોદ અને લોઠડા પંથકના માર્ગો ૧૫ કરોડના ખર્ચે નવા બનાવાશે : લાખાભાઇ સાગઠીયા

રામોદ સાંધવાયા રોડ, રામપરા સતાપર અને લોઠડા કાથરોટા માર્ગોનો સમાવેશ

રાજકોટ તા. ૩૦ : રાજકોટ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નવા બનાવવા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના પ્રયાસોથી ૧૫ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.

લાખાભાઇ સાગઠીયાની યાદીમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના-૩ (બીજો તબકકો) હેઠળ માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના રાજકોટ જિલ્લા - ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં આવતા માર્ગો ૩.૭૫ મીટરમાંથી પ.૫૦ મીટર પહોળા કરવા મંજુરી મળી છે.જેમાં રામોદ સાંધવાયા રોડ, રામોદ રામપરા સતાપર રોડ અને લોઠડા ભાયાસર કાથરોટા લોધીકા સરધાર રોડનો સમાવેશ થાય છે.

(3:31 pm IST)