Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ઘી કાંટા રોડ કડીયા નવલાઇનમાંથી મુકબધીર ભાવેશભાઇ ગોપાણી ગુમ

રાજકોટ તા. ૩૦  :.. ઘી કાંટા રોડ પર કડીયા નવલાઇનમાં રહેતા મુકબધીર યુવાન માનસીક અસ્થિરતાના લીધે લાપતા થતા એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ ઘી કાંટા રોડ કડીયા નવલાઇનમાં રહેતા ભાવેશભાઇ વૃજલાલભાઇ ગોપાણી (ઉ.વ.૪૮) ગત તા. ર૭ ના રોજ માનસીક અસ્થિરતાના કારણે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પરિવારજનોએ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એએસઆઇ ભરતસિંહ ગોહીલે તપાસ હાથ ધરી છે. ગુમ થનાર યુવાન બેાલી અને સાંભળી શકતો નથી તેણે કોફી ચેકસવાળો શર્ટ અને કોફી કલરનું પેન્ટ પહેરેલ છે. તે માનસીક અસ્થીર હોવાના કારણે ઘરેથી નીકળી ગયેલ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧ રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:25 pm IST)