Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં ગેરકાયદે કોમર્શીયલ બાંધકામ તોડી પડાયું : માથાકુટ

મનપાની ટી.પી. શાખાના બુલડોઝરોની ધણધણાટી

રાજકોટ, તા., ૨૯: શહેરના વિવિધ વિસ્‍તારોમાં થયેલ ગેરકાયદે દબાણો દુર કરવા મનપાની ટીવી શાખા દ્વારા ઝુંબેશના ભાગરૂપે આજે ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં કોમર્શીયલ બાંધકામ તોડવામાં આવ્‍યું હતું. આ સમયે તંત્ર અને મિલ્‍કત માલીક વચ્‍ચે ભારે રકઝક થઇ હતી. વિજીલન્‍સની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો હતો.

મનપાની સતાવાર યાદી મુજબ મહાનગર પાલીકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે ડીમોલીશન કરવામાં આવેલ છે. શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તાર પૈકી વોર્ડ નં. ૭ માં ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ શેરી નં. ૭/૧૧ માં કમલેશભાઇ સાવલીયા તથા અશ્વીનભાઇ સાવલીયા દ્વારા ગ્રાઉન્‍ડ ફલોર તથા ફર્સ્‍ટ ફલોરમાં માર્જીનમાં વાણીજય હેતુનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ધી.જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

તેમ છતા બાંધકામ દુર કરવામાં ન આવતા તા.૪ ના રોજ બાંધકામ દિન-૪ માં દુર કરવા જણાવવામાં આવેલ. તેમ છતા ગેરકાયદે બાંધકામ દુર કરવામાં ન આવતા આજે  આ બાંધકામ દુર કરવામાં  આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્‍લાનીંગ શાખાના સેન્‍ટ્રલ ઝોનનો તમામ સ્‍ટાફ રોશની શાખા. જગ્‍યા-રોકાણ શાખા ફાયર બ્રિગેડ શાખાનો સ્‍ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન સ્‍થાનીક કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજીલન્‍સ શાખાનો  સ્‍ટાફ પણ સ્‍થળ પર હાજર રહેલ.

(3:42 pm IST)