Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

પ્રસીલ પાર્કમાં ડી.આઇ. પાઇપ લાઇન બીછાવાશે

વોર્ડ નં. ૯ માં ૮૬ લાખના કામો મંજુર : કોર્પોરેટરો આશાબેન, દક્ષાબેન તથા જીતુભાઇની રજુઆતથી લોકોની સુવિધામાં વધારો થશે

રાજકોટ તા. ર૯: શહેરના વોર્ડ નં. ૯ માં આવેલ પ્રશીલ પાર્ક સોસાયટીમાં ડી.આઇ. પાઇપલાઇન કુલ રૂ. ૮૩.૩૮ લાખના ખર્ચે નાખવાના તેમજ મુંજકા આર્ષ વિદ્યા મંદિર પાસેના વોંકળામાં રીટેઇનિંગ વોલ કુલ રૂ. ૮૬.ર૬ લાખના ખર્ચે બનાવવાના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો થવાથી વિસ્‍તારના લોકોની સુવિધામાં વધારો થશે. આ કામો મંજુર કરવા બદલ મહાનગરપાલિકાના શાસકોના વોર્ડ નં. ૯ કોર્પોરેટરો આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી તેમજ જીતુભાઇ કાટોળીયાએ આભાર વ્‍યકત કરેલ છે.

(3:43 pm IST)