Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

વિડીયોકોલ વખતે ગર્લફ્રેન્‍ડ સાથે ચડભડ થતાં અર્જુન નેપાળીએ આપઘાત કરી લીધો

કાલાવડ રોડ પર હોટેલમાં એકાદ મહિનાથી જ કામે રહ્યો હતો અને ત્‍યાં જ રહેતો હતોઃ ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં હોસ્‍પિટલે ખસેડાયો પણ જીવ ન બચ્‍યો

રાજકોટ તા. ૩૦: કાલાવડ રોડ પર એમટીવીથી આગળ આવેલી હોટેલમાં એકાદ મહિનાથી નોકરીમાં જોડાયેલા અને ત્‍યાં જ રૂમમાં રહેતાં નેપાળના વીસ વર્ષના યુવાનને મોબાઇલ ફોનમાં વિડીયો કોલીંગ વખતે પોતાની ગર્લફ્રેન્‍ડ સાથે માથાકુટ થતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ એમટીવીથી આગળ આવેલી સાઇઝ ઝીરો હોટેલ ખાતે નોકરી કરતાં અને ત્‍યાં જ રહેતાં અર્જુન દાનસીંગ સાઉદ (ઉ.વ.૨૦) નામના યુવાને રાતે દોઢેક વાગ્‍યે રૂમમાં પંખામાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ વખતે અન્‍ય કર્મચારી આવતાં જોઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોડી રાતે મોત નિપજતાં સાથી કર્મચારીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. પ્રવિણભાઇ જીલરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. અર્જુન બે ભાઇમાં મોટો હતો અને તેના માતા-પિતા નેપાળ રહે છે. પોતે એકાદ માસથી જ જ્‍યાં બનાવ બન્‍યો એ સ્‍થળે નોકરીમાં જોડાયો હતો. તપાસમાંખુલ્‍યા મુજબ નેપાળ સ્‍થિત ગર્લફ્રેન્‍ડ સાથે અર્જુનને ફોન પર વિડીયો કોલીંગ વખતે માથાકુટ થઇ હતી. આ કારણે માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભરી લીધું હતું.

(2:56 pm IST)