Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

રામ મંદિરનું સપનું પુર્ણતા તરફઃ રામ નોમની ભૂપત ભોદરની શુભેચ્‍છા

રાજકોટ, તા., ૩૦: આજે રામનવમીના પાવન પર્વ અંતર્ગત જિલ્લાના સર્વે ગ્રામજનોને શુભેચ્‍છા પાઠવતા જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવેલ કે ભારતીય સંસ્‍કૃતિમાં રામ અને કૃષ્‍ણના આધ્‍યાત્‍મીક રંગે જનસમુદાય રંગાયો છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશવાસીઓનું અયોધ્‍યા ખાતે રામમંદીરના નિર્માણનું સ્‍વપ્‍ન ઝડપભેર પુર્ણ થવા જઇ રહયું છે. ત્‍યારે સમગ્ર દેશમાં ઉત્‍સાહજનક માહોલ છે. લાખો દેશવાસીઓના હૈયે હૈયે હરખની હેલી વ્‍યાપી છે અને રામનવમીના આ ભવ્‍ય દિવ્‍ય પર્વને  ઉજવવા જન-જનમાં અનેરો ઉત્‍સાહ વ્‍યાપી ગયો છે.

(3:02 pm IST)