Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી રસ્‍તે રખડતા વધુ ૨૯૨ પશુઓ ઢોર ડબ્‍બે પુરાયા

પુષ્‍કરધામ મેઇન રોડ, રૈયાધાર, મુંજકા, રંગોલી પાર્ક, માંડા ડુંગર, વેલનાથપરા, કોઠારીયા સોલવન્‍ટ, મીલપરા, લક્ષ્મીવાડી, ગુંદાવાડી વગેરેમાંથી અડચણરૂપ ઢોર પકડાયા : મનપાની એ.એન.સી.ડી. શાખા દ્વારા ઝુંબેશ

રાજકોટ તા. ૩૦ : મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્‍તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. જે અંતર્ગત તા. ૨૧ થી તા. ૨૭ દરમ્‍યાન શહેરના વિસ્‍તારોપુષ્‍કરધામ મેઈન રોડ, રૈયાધાર મેઈન રોડ, ભીડભંજન મેઈન રોડ, સ્‍લમ ક્‍વાર્ટર, મુંજકા મેઈન રોડ, અવધનો ઢાળીયો તથા આજુબાજુમાંથી ૨૯  પશુઓને પકડવામાં આવ્‍યા હતા.

જ્‍યારે રંગોળી પાર્ક, રૈયાધાર પાણીનો ટાંકો, લક્ષ્મીનો ઢેરો, રૈયાધાર ગાર્બેજ, યોગરાજનગર, મનહરપુર, શાષાીનગર, રંભામાંની વાડી, બંસીધરપાર્કવિગેરે વિસ્‍તારમાંથી ૨૮ પશુઓ,માંડાડુંગર મેઈન રોડ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, ભગવતીપરા પુલની નીચે, જુનો મોરબી રોડ, જયજવાન જયકીશાન મેઈન રોડ, વ્રજ ભૂમી રેસીડેંસી,આરટીઓપાસે, શ્રી રામ સોસાયટી, મહાત્‍મા ગાંધી પ્‍લોટ, વેલનાથપરા, ૫૬ ક્‍વાર્ટર, શીવમનગર, પેડક મેઈન રોડવિગેરે વિસ્‍તારમાંથી ૩૫ પશુઓકોઠારીયા એનિમલ હોસ્‍ટેલ મેઈન રોડ, કોઠારીયા સોલવન્‍ટ, શ્‍યામપાર્ક, તિરૂપતી સોસાયતી, ન્‍યુ ગણેશ સોસાયટી, રણુજા મંદીર સામે, કોઠારીયા ગાય ગૌશાળા વિગેરે વિસ્‍તારોમાંથી ૩૦ પશુઓ ઢોર ડબ્‍બે પુરાયા હતા.

ઉપરાંત જંગલેશ્વર મેઈન રોડ, અરવિંદ મણિયાર ક્‍વાર્ટર્સ, સહકાર રોડ, રામનગર, ૮૦ ફૂટ રોડ વિગેરે વિસ્‍તારોમાંથી ૧૨ પશુઓ,મીલપરા મેઈન રોડ, લક્ષ્મીવાડી મેઈન રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર, નંદાહોલ, નાળોદાનગર વિગેરે વિસ્‍તારમાંથી ૧૪પશુઓ, ઉદયનગર મેઈન રોડ, મવડી ફાયર સ્‍ટેશન, ગોકુલધામ ક્‍વાર્ટર, ખોડીયારનગર મેઈન રોડ, મવડી સ્‍મશાન, અંબિકા ટાઉનશીપ, કાલાવાડ રોડ વિગેરે વિસ્‍તારમાંથી ૮ પશુઓજંકશન પ્‍લોટ મેઈન રોડ, ઘનશ્‍યામ રેસીડેંસી, આસ્‍થા ચોક, રેલનગર મેઈન રોડ, પોપાટપરા મેઈન રોડ, રૂખડીયાપરા, ગાયત્રીવાડી વિગેરે વિસ્‍તારમાંથી ૧૬ તથાઅન્‍ય વિસ્‍તારોમાંથી મળી કુલ ૨૯૨ પશુઓ પકડવામાં આવેલ છે.

(4:20 pm IST)