Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મિલકતવેરા હપ્તા યોજનાનો કાલે છેલ્લો દી': આજે ર૩ મિલ્‍કતો સીલ : ૧.૮ર કરોડની વસુલાત

શહેરના જામનગર રોડ, જંકશન, મોરબી રોડ, રણછોડનગર, ચુનારવાડા રોડ, ગોંડલ રોડ, યાજ્ઞીક રોડ, યુનિ. રોડ, મવડી રોડ ઉપર વેરા શાખાની કાર્યવાહી

રાજકોટ, તા., ૩૦: આજે રજાના દિવસે પણ મનપાની વેરા શાખા દ્વારા બાકી મિલ્‍કતવોે વસુલવાની કાર્યવાહી કરતા ર૩ મિલ્‍કતોને સીલ તથા ૩૯ ને જપ્તી નોટીસ આપી હતી. આજે બપોર સુધીમાં રૂા. ૧.૮૧ કરોડની વસુલાત કરતા કુલ આવક ૩૧૭.૧૦ કરોડ થઇ છે. જયારે મિલ્‍કત વેરાની હપ્તા યોજના વન ટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમમાં રજીસ્‍ટ્રેશન કરવાની મુદત આવતીકાલે તા.૩૧ માર્ચના રોજ પુર્ણ થશે.

મનપાની સતાવર યાદી મુજબ  વર્ષ ર૦રર-ર૩ની રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. રમાં જામનગર રોડ પર આવેલ પ યુનીટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૩ માં જંકશન મેઇન રોડ પર આવેલ ૬ યુનીટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૪ માં મોરબી રોડ પર ૪ યુનીટને નોટીસ આપેલ.

ઉપરાંત વોર્ડ નં. ૬ માં ચુનારવાડા રોડ પર આવેલ ર યુનીટને નોટીસ આપેલ. રણછોડનગરમાં આવેલ ર યુનીટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૭ માં ગોંડલ રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ આપેલ. રાજેન્‍દ્રપ્રસાદ રોડ પર આવેલ ર યુનીટ સીલ કરેલ. યાજ્ઞીક રોડ પર આવેલ ૩ યુનીટ સીલ કરેલ.

રૈયા રોડ પર આવેલ ૬ યુનીટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૦માં યુનિ. રોડ પર આવેલ ૪ યુનીટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૨ માં મવડી રોડ પર આવેલ ૩ યુનીટને નોટીસ આપેલ.

જયારે વોર્ડ ન ં. ૧૬ માં કોઠારીયા રોડ પર આવેલ ૩ યુનીટને નોટીસ આપેલ.

સે. ઝોન દ્વારા કુલ ૧૦ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૫ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રૂા. ૧.૧૧ કરોડની વસુલાત કરવામાં આવેલ.

વેસ્‍ટ ઝોન દ્વારા કુલ ૪ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૩ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રૂા. ૩પ.૧૮ લાખ જમા થયેલ.

ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ ૯ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૧ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ આપેલ તથા રૂા. ૩૪.૧૨ લાખની વસુલાત થયેલ હતી.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટર દ્વારા આસી. કમિશ્નર  સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:59 pm IST)