Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

રામનામ એક અદ્‌્‌ભૂત સંજીવની છેઃ ઉદય કાનગડ

શહેરીજનોને રામનવમીના પાવન પર્વની શુભેચ્‍છા પાઠવતા રાજકોટ પૂર્વના ધારાસભ્‍ય

રાજકોટ તા. ૩૦ :.. શહેરીજનોને રામનવમીના પાવન પર્વની શુભેચ્‍છા પાઠવતા વિધાનસભા -૬૮, રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્‍ય ઉદય કાનગડએ  જણાવ્‍યું હતું કે, રામ અને કૃષ્‍ણ ભારતીય સંસ્‍કૃતીના આધારસ્‍તંભો છે.

રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ થાય છે. હિંદુ ધર્મ શાષા મુજબ આ દિવસે ભગવાનશ્રી રામનો જન્‍મ થયો હતો.

રામનામ એક અદ્‌્‌ભુત સંજીવની છે. તેમ અંતમાં શહેરીજનોને રામનવમીની શુભેચ્‍છા આપતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ હતું.

(4:04 pm IST)