Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભાગવતજીમાં દરેક પ્રશ્‍નોનો ઉકેલ : અશોકભાઇ ભટ્ટ

જુલાઇ માસમાં હરિદ્વાર ખાતે ૮ર૪ મી કથા : સહભાગી થવા તક :પુરુષોતમ માસમાં ગંગા કિનારે કથાઃ વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

‘અકિલા' ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કથાકાર અશોકભાઇ ભટ્ટ, દર્શન ભટ્ટ તથા વિજયભાઇ નાગ્રેચા અને હરીશભાઇ ડ્રેસવાલા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૯.૧૬)

રાજકોટ તા. ૩૦ : અશોકભાઇ ભટ્ટના વ્‍યાસાસને હરિદ્વારમાં શ્રાવણ માસમાં ૧૦૮ શ્રીમદ્‌્‌ ભાગવત કથાનું ભવ્‍ય આયોજન થયું છે. વકતા અશોકભાઇ ‘અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતાં.

તેઓએ જણાવ્‍યું હતું કે, ભાગવત કથામાં દરેક પ્રશ્નોના ઉકેલ છે. કથાઓ હિન્‍દુનું શિક્ષણ છે અને કથાઓ સનાતનનો પરિચય છે.

અશોકભાઇએ જણાવ્‍યું હતું કે, કથામાં શ્રોતાઓનો રસ જળવાય તે માટે થોડું મનોરંજન જરૂરી છે, પણ તે સાત્‍વિક અને પ્રમાણભાન સાથેનું હોવું જોઇએ. કથામાં મન થાય તેવું મનોરંજન અને આયોજકોની ખુશામત સતત ચાલતી રહે એ કથા જ ન ગણાય. સમાજને છેતરવો સહેલો છે, ભગવાન કયારેય નહિ છેતરાય. આ બાબત દરેક વકતાએ યાદ રાખવી જોઇએ.

અશોકભાઇ ભટ્ટ દ્વારા હરિદ્વાર ખાતે ૮ર૪ મી કથા થશે. તેઓ ૧પ વર્ષની વયથી કથા કરી રહ્યાં છે. તેમની સાથે ગંગાજીના કિનારે કથા માણવી એ લ્‍હાવો ગણાય.

પ્રખર ભાગવતાચાર્ય સંગીત સમ્રાટ રામાયણી પૂ. શાષાીજી શ્રી અશોકભાઇ ભટ્ટ (દેશ-વિદેશમાં ૮ર૦ થી વધુ કથાઓના અનુભવ સિધ્‍ધ પ્રવકતા)ના અધ્‍યક્ષપદે તથા વ્‍યાસાસને અમૂલ્‍ય કથા શ્રવણ, ગંગાસ્‍નાન - પિતૃતર્પણ તેમજ પિતૃમોક્ષાર્થે પોથી પારાયણનો અલભ્‍ય લ્‍હાવો મળશે.

કથા પ્રારંભ : પુરૂષોતમ સુદ ૩ ને તા. ર૦-૭-ર૩ ગુરૂવારે બપોરે ૪ વાગે વાજતે ગાજતે ભવ્‍ય પોથી યાત્રા સાથે થશે.

કથા પુર્ણાહૂતિ : પુરુષોતમ સુદ-૮ ને તા. ર૬-૭-ર૩ બુધવારે બપોરે ૧ વાગે થશે.

પુરષોતમ માસ (અધિક શ્રાવણ માસ)ના મુખ્‍ય યજમાન સ્‍વ. શ્રી હરગૌરીબેન રામજીભાઇ નાગ્રેચા હસ્‍તે વિજયભાઇ રામજી નાગ્રેચા તથા સમસ્‍ત નાગ્રેચા પરિવાર તથા સ્‍વ. શ્રી શારદાબેન ચીમનલાલ ડ્રેસવાલા હસ્‍તે હંસાબેન હરીશભાઇ ડ્રેસવાલા તથા ડ્રેસવાલા પરિવાર છે.

હરિદ્વાર આવક-જાવક માટે ટ્રેનની વિગતો નીચે પ્રમાણે છે. જાવક બુધવાર તા. ૧૯-૭-ર૩ ના રોજ સવારે ૯.૩પ વાગે રાજકોટ થી દિલ્‍હી (જામનગર-કટરા એકસપ્રેસ ટ્રેન નં. ૧ર૪૭૭).

રીટર્ન : ગુરૂવાર તા. ર૭-૭-ર૩ સવારે  ૮ વાગે દિલ્‍હીથી રાજકોટ ટ્રેન (દિલ્‍હી-પોરબંદર એકસપ્રેસ ટ્રેન નં. ર૦૯૩૮) રહેશે.

સંસ્‍થા દ્વારા પાછળ દર્શાવેલ તમામ સુવિધાઓ હરિદ્વારમાં રહેવા તથા જમવાની સંપૂર્ણ ઉત્તમ વ્‍યવસ્‍થા રેલ્‍વેમાં આવક જાવક ટિકિટની વ્‍યવસથા અને દિલ્‍હી-હરિદ્વાર-દિલ્‍હી આવક જાવક માટે એસટી બસની વ્‍યવસ્‍થા રાખેલ છે.

શ્રીમદ ભાગવત પોથીજીની સ્‍પેશ્‍યલ પાઠ કરાવવાની વ્‍યવસ્‍થા પણ રાખેલ છે. (જેમાં પોથીજીના ભૂદેવની મુખ્‍ય દક્ષિણા ભોજન, પૂજાપો તથા વષાદાન વગેરેની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

રાજકોટથી હરિદ્વાર શ્રીમદ ભાગવત સપ્તાહનો સંપૂર્ણ કાર્યક્રમ (૧૦ દિવસ) તથા હરિદ્વાર કથાયાત્રાની વિશેષતાઓ નીચે પ્રમાણે છે.

એક હજાર જેટલા સાધુઓના દર્શન કરવાનો અને પોતાના હાથે જમાડવાનો અલભ્‍ય લ્‍હાવો.

માં ગંગાના પાવન કિનારે તમારા પિતૃઓને પિતૃતર્પણ દ્વારા પ્રેમની મેક્ષઅંજલિ અર્પ કરવાનો લાભ ભવ્‍ય પોથીયાત્રા બાદ કથા પ્રારંભ થશે. પતિતપાવનીમાં ગંગાજીના પાવન કિનારે શિવ તપોભૂમિ હરિદ્વારમાં પૂ. શાષાીજીશ્રી અશોકભાઇ ભટ્ટના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત (સપ્તાહ) કથાનું સાત દિવસ અમૃતમય રસપાન (દેશ વિદેશમાં ૮ર૦ થી વધુ કથાઓ કરી ચુકેલા સિદ્ધહસ્‍ત કથાકાર પૂ. શાષાીજી શ્રી અશોકભાઇ ભટ્ટને સાંભળવા તે ખરેખર જીવનનો એક લહાવો છે. સંસ્‍થા દ્વારા આશ્રમમાં રોજ સવારે ચા-કોફી નાસ્‍તો તેમજ બપોરે તથા રાત્રે શુદ્ધ સાત્‍વિક કાઠીયાવાડી ભોજનની વ્‍યવસ્‍થા (દરરોજ બપોરે જુદા જુદા મિષ્‍ટાન-ફરસાણ સાથે) (તમામ કરીયાણુ તથા ભોજન સામગ્રી રાજકોટથી લઇ જવામાં આવે છે જેથી યાત્રિકોને ચોખાઇ સાથે સ્‍વાદિષ્‍ટ ભોજન મળી રહે.)

કથા સમયઃ સવારે ૯ થી ૧ કથા દરમ્‍યાન રાત્રે ૯ થી ૧૧ કૃષ્‍ણજન્‍મોત્‍સવ દાંડિયારાસ શ્રીનાથજીની ઝાંખી, રૂકમણી વિવાહ જેવા વિવિધ ઉત્‍સવો ધામધૂમથી ઉજવવામાં આવશે. રેલ્‍વેમાં પણ જમવાની વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા કરવામાં આવે છે. હરિદ્વાર આશ્રમમાં રહેવા માટે એટેચ, મોટા અને ઉત્તમ સગવડતા ધરાવતા રૂમની વ્‍યવસ્‍થા હોય છે. વધારે વિગતો માટે શ્રી શંકર સેવા સત્‍સંગ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ શ્રીમદ ભાગવત યોગીનગર મેઇન રોડ, રૈયા સર્કલ પાસે ૧પ૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ દર્શનભાઇ ભટ્ટ-૯૪ર૬૪ ૪૭૪૯૬- દેવભાઇ ભટ્ટ-૯રર૭૭ ૩૩૧૩પ નો સંપર્ક થઇ શકે છે.

(4:13 pm IST)