Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

હીરાસર એરપોર્ટમાં કોન્‍ટ્રાકટરે સરકારની માટી અને પથ્‍થર વાપર્યા : રોયલ્‍ટી જમા ન કરાવી : ૧ કરોડનો દંડ

મોરબી ખાણ-ખનીજ અધિકારી વાઢેરે દંડ ફટકારી કંપનીના હેડ કવાર્ટર ભોપાલ ખાતે વિગતો મોકલી

રાજકોટ તા. ૩૦ : હીરાસર એરપોર્ટના નિર્માણમાં રોયલ્‍ટીને લઈને સરકારને મોટુ નુકસાન થયું છે. મધ્‍યપ્રદેશની દિલીપ બિલ્‍ડકોન નામની કંપનીને ઇન્‍ટરનેશનલ એરપોર્ટના નિર્માણમાં મોટું કૌભાંડ આચર્યું છે. આ કંપનીએ ખનીજ રોયલ્‍ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને મોટું કૌભાંડ આચરતા હડકંપ મચી ગયો છે.

હીરાસર ગ્રીન ફિલ્‍ડ એરપોર્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્‍યું છે. ૧૪૦૫ કરોડ રૂપિયાના ખર્ચે આ એરપોર્ટને તૈયાર કરવામાં આવ્‍યું છે. રાજકોટના હીરાસર એરપોર્ટના નિર્માણનો કોન્‍ટ્રાક્‍ટ દિલીપ બિલ્‍ડકોન નામની કંપનીને મળ્‍યો છે. ત્‍યારે એરપોર્ટની કામગીરી દરમિયાન આ કંપનીએ મોટું કૌભાંડ આચર્યું છે. હકીકતમાં મધ્‍યપ્રદેશની દિલીપ બિલ્‍ડકોન કંપનીએ એરપોર્ટની જમીનને સમતલ કરતી વખતે નીકળેલા ખનીજની રોયલ્‍ટી ભરવાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કાયદાને તોડીને કોન્‍ટ્રાક્‍ટર કંપની દિલીપ બિલ્‍ડકોને સરકારી તિજોરીમાં રોયલ્‍ટી જમાં કરાવી નથી.ᅠ

હીરાસર એરપોર્ટની જમીન સમતલ કરવા ખોદકામ દરમિયાન નીકળેલી માટી-પથ્‍થરને સરકારમાં જમા કરાવવાને બદલે તેનો ઉપયોગ કંપનીએ એરપોર્ટના નિર્માણમાં જ કરી નાખ્‍યો છે. કાયદા મુજબ આ પથ્‍થર અને માટી પર સરકારનો અધિકાર હોય છે. આ પથ્‍થર અને માટીનું વેચાણ કરીને સરકાર રોયલ્‍ટી મેળવે છે. જોકે, ᅠદિલીપ બિલ્‍ડકોન કંપનીએ એરપોર્ટ નિર્માણમાં પથ્‍થર-માટી વાપરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્‍યું છે. ૨૦૧૭માં ગુજરાત સરકારે બનાવેલા ખનીજની રોયલ્‍ટીના નિયમોનું કંપનીએ સરેઆમ ઉલ્લંઘન કર્યું છે, દરમિયાન આ ખનીજ ચોરીના મામલામાં મોરબીના ભૂસ્‍તરશાષાી શ્રી વાઢેરે ૧ કરોડનો દંડ ફટકાર્યો છે અને હેડ કવાર્ટર ભોપાલ ખાતે આ વિગતો શ્રી વાઢેરે મોકલી છે.

(4:20 pm IST)