Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ચેક રીર્ટન કેસમાં જેલની સજા-રકમ ચૂકવવાનો હુકમ રદ કરતી સેસન્‍સ કોર્ટ

એડવોકેટ ડી.એમ. પટેલની દલીલો-રજુઆતો માન્‍ય રખાઇ

રાજકોટ તા. ર૮ : ચેક રીટર્ન કેસમાં જેલની સજા અને રકમ ચુકવવાનો હુકમ સેસન્‍સ કોર્ટ રદ કરવાનો  હુકમ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ફરીયાદી હીતેષભાઇ ગોરધનભાઇ રામાણીએ ભાવીક મેઘજીભાઇ ગેડીયા વિરૂધ્‍ધ રૂા.૯,૩પ,૦૦૦ જેવી માતબર રકમ લઇ પરત ન આપી નેગો.ઇ.એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ નોંધાવેલી  આ કેસ ચાલી જતા જયુડી.મેજીસ્‍ટ્રેટશ્રીએ ભાવીક મેઘજીભાઇ ગેડીયાને નેગો.એકટની કલમ ૧૩૮ હેઠળ એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની  રકમ રૂા.૯,૩પ,૦૦૦ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ હતો.

આ હુકમની સામે ભાવીક મેઘજીભાઇ ગેડીયાએ તેમના એડવોકેટ ડી.એમ.પટેલ મારફત સેશન્‍સ કોર્ટ સમક્ષ અપીલ ફાઇલ કરેલ હતી. આ અપીલની સુનાવણી થતા વકીલ ડી.એમ.પટેલે રજુઆત કરેલ કે, ફરીયાદીએ દસ્‍તાવેજી પુરાવા કોર્ટમાં રજુ કરી દીધા બાદ કોર્ટની પરવાનગી વિના તેમા સુધારા કરેલ છે જે ચેક માટે ફરીયાદીએ ફરીયાદ કોર્ટમાં દાખલ કરેલ છે તે ચેક જ કોર્ટમાં રજુ કરેલ નથી તેમજ નેગો. ઇ.એકટની કલમ ૧૩૮ હેઠળની કાનુની નોટીશ જ ભાવીક મેઘજીભાઇ ગેડીયા ઉપર બજાવવામાં આવેલ નથી. જેથી ફરીયાદ  જ ટકવા પાત્ર નથી.

નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના જજમેન્‍ટો ધ્‍યાને લઇ સેશન્‍સ કોર્ટે ભાવીક મેઘજીભાઇ ગેડીયાને કરવામાં આવેલી જેલની સજા અને ચેકની રકમ રૂા.૯,૩પ,૦૦૦ ફરીયાદીને ચુકવવાનો હુકમ રદ કરેલ છે. અને ભાવીક ગેડીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવી અપીલ મંજુર કરેલ છ.ે

આ કામમાં ભાવીક ગેડીયા વતી એડવોકેટ ડી.એમ.પટેલ રોકાયેલ હતા.

(4:31 pm IST)