Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મનપા દ્વારા સ્‍વસહાયજુથના સભ્‍યોને સ્‍વચ્‍છતા દૂતની તાલીમ અપાઇ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છોત્‍સવ-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્‍વચ્‍છતામાં મહિલાઓની સહભાગીતા અને નેતળત્‍વને મજબુત કરવા માટે  મનપાના સેન્‍ટ્રલ ઝોન કોન્‍ફરન્‍સ હોલ ખાતે ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાં(DAY-NULM) અંતર્ગત સંકળાયેલ સ્‍વ-સહાય જૂથના સભ્‍યોને સ્‍વચ્‍છતાદૂત તરીકે જોડાઈ સ્‍વચ્‍છતા બાબતે તેમના સમુદાય, મહોલ્લા કે શેરી ફળીયાના લોકો સ્‍વચ્‍છતા પ્રત્‍યે સભાન બને તે માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગનાં કન્‍સલ્‍ટન્‍ટ  દિપલભાઈ દ્વારા પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનનાં માધ્‍યમથી કચરાનો સુદ્રઢ નિકાલ કેવી રીતે કરવો તેમાં સ્‍વચ્‍છતાદૂત તરીકે બહેનોની ભૂમિકા વિશે સરળશૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ૧૧૦થી વધુ સ્‍વ-સહાય જૂથના બહેનોએ સ્‍વચ્‍છતાદૂત તરીકે તાલીમ મેળવેલ હતી. આ તાલીમ રાજકોટ મહાનગર પાલિકાનાં ડેપ્‍યુટી મેયર શ્રીમતિ કંચનબેન સિદ્ધપુરા, શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાન્‍ટ સમિતિનાં ચેરમેન શ્રીમતિ જ્‍યોત્‍શનાબેન ટીલાળા, સહાયક કમિશનર એચ.આર.પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્‍ટ ઓફિસરશ્રી કાશ્‍મિરા વાઢેરનાં માર્ગદર્શનમાં સીનીયર કોમ્‍યુનીટી ઓર્ગેનાઈઝરશ્રીઓ, NULM મેનેજરો તથા સમાજ સંગઠકોએ જહેમત ઉઠાવેલ હતી સાથોસાથ સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગનાં નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી વી.એમ.જીંજાળા તથા તેમની ટીમનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો

(4:34 pm IST)