Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

રાજકોટ મનપાની ત્રણેય ઝોનના સિટી સિવિક સેન્ટરમાં રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધી અને વોર્ડ ઓફિસ તથા અન્ય સિટી સિવિક સિવિક સેન્ટર ખાતે સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી વેરો શકાશે: મિલ્કત વેરામાં હપ્તાની "One Time Installment Scheme"નો કાલે છેલ્લો દિવસ:

ઓનલાઈન ટેક્સ પેમેન્ટ રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી થઈ શકશે: વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૩૧ માર્ચના રોજ નાણાકીય વર્ષના છેલ્લા દિવસે ત્રણેય ઝોનના સિટી સિવિક સેન્ટર ખાતે સાંજના ૦૮:૦૦ વાગ્યા અને તમામ વોર્ડ ઓફિસ તથા અન્ય ત્રણ સિટી સિવિક સેન્ટર ખાતે સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી નાગરિકો માટે ટેક્સ ભરપાઈ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યારે ઓનલાઈન ટેક્સ પેમેન્ટ રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી થઈ શકશે.

"One Time Installment Scheme"નો લાભ લેવા માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ: ૩૧ હોઇ વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા મેયરશ્રી ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(9:03 pm IST)