Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગાંધીગ્રામ શ્યામનગરમાંથી દારૂની ૩૦ બોટલ સાથે અનીષ મકવાણા પકડાયો

રાજકોટ, તા. ૩૦ :  શહેરના ગાંધીગ્રામના શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૩૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.બી. ધાંધલ્યા, હેડ કોન્સ. રઘુવીરસિંહ વાળા, પ્રદિપસિંહ, સિધ્ધરાજસિંહ, સુભાષભાઇ તથા શકિતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ગાંધીગ્રામ શ્યામનગર શેરી નં. ર/એ ની સામેથી રૂા. ૧૧રપ૦ની કિંમતી દારૂની ૩૦ બોટલ સાથે અનીષ ખોડીદાસભાઇ મકવાણા (ઉ.વ.ર૦) (રહે. સદરબજાર)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:46 pm IST)