Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજકોટ મ.ન.પા.ના પૂર્વ સીટી ઇજનેર વી.સી. રાજયગુરૂના પિતાશ્રી ચંદ્રશંકરભાઇનું અવસાન : ટેલિફોનિક બેસણું

સ્વ.ચંદ્રશંકરભાઇએ ૧૯પ૬માં ઇજનેરની ડીગ્રી મેળવેલઃ રાજયના ડેવલપમેન્ટ કમિશનરનો હોદ્દો સંભાળેલ

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ ચંદ્રશંકર નરભેરામ રાજયગુરુ (ઉ.વ.૮૯) (નિવૃત સુપ્રીટેન્ડીંગ એન્જીનીયર, સિંચાઈ વિભાગ, ગુજરાત સરકાર) તે સ્વ.ભારતીબેનના પતિ તેમજ સુધીરભાઈ, મનોજભાઈ, વસંતભાઈ (આર.એમ.સી.), પુર્ણીમાબેન સનદભાઈ મહેતા, ડો.નિવૃતીબેન કંદર્પભાઈ માંકડીયા, ડો.તૃપ્તીબેન હર્ષિતભાઈ રાણપરાના પિતાશ્રીનું તા.૨૯ના મંગળવારે અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. વર્તમાન સંજોગોનુસાર ટેલીફોનીક બેસણું તા.૨/૧૦ના શુક્રવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

નોંધનીય છે કે ચંદ્રશંકરભાઇનો જન્મ ૧૯૩૧માં થયો હતો. તેઓએ ૧૯પ૬માં મુંબઇના વિકટોરિયા જયુબીલી ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાંથી બી.ઇ. (સીવીલ)ની ડીગ્રી મેળવી તે વખતની સરકારમાં પીડબલ્યુડી ઇજનેર તરીકે જોડાયા હતાં અને ૩૪ વર્ષ સુધી સેવા આપી હતી. આ દરમિયાન તેઓએ સચિવાલય, ગુજરાત એન્જીનિયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, પંચાયત અને સેવા વિભાગમાં ફરજ બજાવી. ડે. ઇજનેરથી લઇ ડીવલપમેન્ટ કમિશનર સુધીના હોદાઓ સંભાળ્યા હતાં. ધાર્મિક ગ્રંથોના તેઓ ઉંડા અભ્યાસુ હતા અને જીવન પર્યન્ત રામકૃષ્ણ આશ્રમ તથા સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતાં.

(3:52 pm IST)