Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

જીતુભાઈ વાઘાણી અને અરવિંદભાઈ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાના સ્વાગત અર્થે કાલે બેઠક

રાણીંગાવાડી ખાતે તમામ હોદ્દેદારોને હાજર રહેવા કમલેશ મીરાણીનો અનુરોધ

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત યાદીમાં જણાવેલ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ભાજપા  સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ 'જન આશિર્વાદ યાત્રા'નું આયોજન કરાયેલ તે અંતર્ગત રાજકોટ ખાતે કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તા.૮/૧૦ના રોજ તેમજ રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની  'જન આશિર્વાદ યાત્રા' તા.૩/૧૦ના રોજ યોજાનાર હોય આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવેલ છે.

આ 'જન આશિર્વાદ યાત્રા'ની તૈયારીના ભાગરૂપે આવતીકાલે તા.૧ના શુક્રવારે સવારે ૧૧ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં શહેરની રાણીંંગા વાડી, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ખાતે શહેર ભાજપ દ્વારા બેઠક યોજાશે.  તમામ હોદ્દેદારો, કાર્યકરોને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.

(4:20 pm IST)