Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અગ્રણી ડો.ઇસ્માઇલભાઇ થીબાને મુસ્લીમ સંગઠ્ઠનો દ્વારા અંજલી

રાજકોટને નવા કબ્રસ્તાનની જમીન અપાવવામાં સિંહફાળો સ્વામી સચ્ચીદાનંદના ખાસ કૃપાપાત્ર હતા થીબા મલમથી વિખ્યાત થયા

રાજકોટ, તા., ૩૦: સૌરાષ્ટ્ર સમેત વિશ્વભરમાં પોતાના 'થીબા મલમ'થી ખ્યાતી પ્રાપ્ત તથા મુસ્લીમોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડવા પોતાનું જીવન ખર્ચ કરી નાખનારા મુસ્લીમ અગ્રણી ડો.ઇસ્માઇલભાઇ થીબાનું અવસાન થતાં વિવિધ મુસ્લીમ સંગઠ્ઠનો દ્વારા દુઃખ વ્યકત કરી શ્રધ્ધાંજલી વ્યકત કરવામાં આવી હતી.

રાજકોટના જુની પેઢીના આગેવાન એવા ડો. ઇસ્માઇલ થીબા રાજકોટ તથા સંધી મુસ્લીમોના ઇતિહાસના આચ્છા જાણકાર હતા. તેઓના દંતાલીવાળા સ્વામી સચ્ચીદાનંદજી સાથે દિલથી અતૂટ નાતો હતો. સાહિત્યપ્રેમી હોવાના નાતે સ્વામીજીના પુસ્તકોના સ્વયં પ્રચારક હતા. સ્વામી સચ્ચીદાનંદજી સાથે તેમણે વિદેશના અનેક પ્રવાસો ગૃપમાં ખેડયા હતા. સ્વામીજીના પણ ખાસ કૃપા પાત્ર હતાં.

મુસ્લીમોને આઝાદી પછી નવુ કબ્રસ્તાન મળે તે માટે જબરી લડત આપી ભગવતીપરામાં કોર્પોરેશન પાસેથી કબ્રસ્તાનની જમીન મંજુર કરાવી હતી. ડો.ઇસ્માઇલ થીબાના માનવતા લક્ષી કાર્યોને યાદ કરી રાષ્ટ્રીય મુસ્લીમ વિકાસ પરીષદ, યંગ મેન્સ મેમણ એશોસીએશન ઉપરાંત રફીકભાઇ માલાણી, જુનેદ મેમણ, નઇમ થીબાએ શ્રધ્ધાંજલી પાઠવ્યાનું બશીરભાઇ મેમણની યાદીમાં જણાવાયું છે.

(11:24 am IST)