Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

પ્રનગર અને થોરાળા પોલીસ મથકમાં પેન્ડીંગ ઇ-મેમો ન ભરનારા ૧૧૦ ચાલકો સામે ગુનો

રાજકોટ,તા. ૩૦: કોરોના મહામારીમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર નીકળનારા વાહન ચાલકોને ઇશ્યુ કરવામાં આવેલા ઇ-મેમો ચલણની ભરપાઇ માટે પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પેન્ડીંગ ઇ-મેમો ભરપાઇ ન કરનારા ૧૧૦ વાહન ચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દીયોરા, ડી.વી. બસીયા અને એચ.એલ.રાઠોડની સુચનાથી પ્રનગર ચાવડાના માર્ગદર્શન હેઠળ પ્રદ્યુમનગર  પોલીસ મથકે હેઠળના વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર નીકળનારા વાહન ચાલકોને ઇ-મેમો ફટકારાયા હોય અને ભરપાઇ કરતા ન હોય તે કમલેશ ભીખાભાઇ સાનીયા, દીલાવર ગંગારામભાઇ મોહીનાણી, નીઝામ ઇસ્માઇલભાઇ ખીયાણી અને મહંમદ હનીફ દાદુભાઇ જુણાચ સહિત ૬૧ વાહન ચાલકો પાસેથી પેન્ડીંગ ઇ-મેમો ચલણના રૂ. ૫૪,૧૦૦નો દંડ વસુલી ગુનો દાખલ કર્યો છે.

જ્યારે થોરાળા પોલીસ મથકના પીઆઇ જીએમ.હડીયા તથા પી.એસ.આઇ જી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ થોરાળા વિસ્તારમાં માસ્કના પેન્ડીંગ ઇ-મેમો ચલણ ભરપાઇ ન કરનારા ૫૦ વાહન ચાલકો પાસેથી દંડ વસુલી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(2:37 pm IST)