Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

પુનીતનગર પાસેથી સોહીલ ઉર્ફે કાળીયો દારૂની ૧ર બોટલ સાથે પકડાયો

રાજકોટ, તા. ૩૦ : શહેરના પુનીતનગર પાસેથી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને દારૂની ૧ર બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ૮૦ ફૂટ રોડ પર પુનીતનગર પાસે એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી.જાડેજા, કોન્સ. હસમુખભાઇ, ધર્મરાજસિંહ તથા મનિષભાઇનેબાતમી મળતા પી.આઇ.જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી. ડામોર, એ.એસ.આઇ.આર.બી. જાડેજા, હેડ કોન્સ વિજયગીરી, હરસુખભાઇ, ધર્મરાજસિંહ, મનિષભાઇ, અરજણભાઇ તથા રૂપેશભાઇ ઠુમ્મર સહિતે દરોડો પાડી રૂ. ૪૮૦૦ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે સોહિલ ઉર્ફે કાળીયો મહમદભાઇ બ્લોચ (ઉ.વ.ર૦) (રહે. રસુલપરા શેરી નં. ૩ ગોંડલ રોડ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:39 pm IST)