Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત NCPના ઈન્ચાર્જ કમિટીની વરણી

જિલ્લા મહામંત્રી અશોક દાફડાઃ શહેર મહામંત્રી ધવલ રાવલ અને વિમલ ડાંગર

રાજકોટઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી જયંત પટેલ (બોસ્કી)ના આદેશથી પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રના પ્રભારી સી.આર.પટેલ અને પ્રદેશ મહીલા (એનસીપી)ના પ્રમુખ અને સૌરાષ્ટ્ર ચૂંટણી ઈન્ચાર્જ રેશ્માબેન પટેલ અને રાજકોટ શહેર એનસીપી પ્રમુખ ભૌમિકભાઈ પારેખની સુચનાથી આવનાર રાજકોટ શહેર મ્યુ.કોર્પોરેશની ચૂંટણીની તમામ કામગીરી ઇન્ચાર્જની દેખરેખમાં થશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી ઈન્ચાર્જ આ મુજબ છે. રાજકોટ જીલ્લા મહામંત્રી- અશોક દાફડા મો.૭૩૮૩૬ ૬૬૫૧૪, રાજકોટ શહેર મહામંત્રી ધવલભાઈ રાવલ મો.૯૭૨૩૬ ૫૧૯૧૪, રાજકોટ શહેર મહામંત્રી વિમલભાઈ ડાંગર મો.૮૨૦૦૨ ૯૪૫૭૭

(3:41 pm IST)