Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ભાજપ દ્વારા પેજ સમિતિના કાર્ડ વિતરણનો પ્રારંભ

તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં બુથ થી લઇ વોર્ડ વ્યવસ્થા મજબુત બને અને આગામી ચંૂટણીમાં તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે અંગેની પ્રક્રિયા શહેર ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ છે ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર શહેરના ૯પ૭ બુથના તમામ કાર્યકર્તાઓને પેજ પ્રમુખ બનાવી સાથો સાથ પેજ સમિતિનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે તે અંતર્ગત આજરોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ મેયર બીનાબેન  આચાર્ય, ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે અપેક્ષીત કાર્યકર્તાઓની એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકનું સંચાલન જીતુ કોઠારીએ કરેલ. બેઠકમાં શહેર ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલ પેજ પ્રમુખ અને પેજ સમિતિના કાર્ડનું વિમોચન કરી મુખ્ય કાર્યકર્તાઓને આઇ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અંજલીબેન રૂપાણી સહિતના આગેવાનો પેજપ્રમુખ બન્યા હતા અને તેના કાર્ડ આપવામાં આવ્યા હતાં. આજથી શહેરના તમામ વોર્ડમાં બુથવાઇઝ આ કાર્ડનું વિતરણ શરૂ કરાયેલ. આ બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીએ સંભાળી હતી. શહેર ભાજપના મંત્રી માધવભાઇ દવેની નાગરીક બેંકમાં ડીરેકટર તરીકે વરણી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

(3:45 pm IST)