Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કોરાના વાઇસર અંગેની સરકારની ગાઇડલાઇનનું પાલન ન કરી પ્લે હાઉસ ચાલુ કર્યું: રણછોડ નગરમાંથી કેતન પટેલને પકડતી રાજકોટ બી-ડીવીઝન પોલીસ

રાજકોટઃ  નોવેલ કોરોના વાયરસ covID-19ને વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા તથા ભારત સરકાર દ્વારા કોરોના વાઇસરની ગાઇડ લાઇનનું કડક પાલન સુચન કરેલ હોય અને કોરોના વાયરસનો ચેપ ફેલાય નહી તેમજ લોકોનુ આરોગ્ય જળવાય રહે અને નાના બાળકોની શૈક્ષણીક પ્રવુતી ચાલુ કરવી નહી કરવા તેમજ કોરોના અંગેની ગાઇડ લાઇનની કડક અમલવારી કરવા સારૂ જણાવેલ હોઈ પોલીસ ઇન્સપેકટર એમ.બી. ઓસુરાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની પો.સબ ઈન્સ. બી.બી.કોડીયાતર તથા એ.એસ.આઇ સલીમભાઇ માડમ તથા તથા અજયભાઇ બસીયા તથા મનોજભાઇ મકવાણા તથા પો.કોન્સ હૈમેનકભાઇ વાધીયા. તથા પરેશભાઇ સોઢીયા તથા સંજયભાઇ મીયાત્રા તથા સિરાજભાઇ ચાનીયા તથા જયદીપસિંહ બોરાણા તથા મિતેષભાઇ આડેસરા તથા વિશ્વજીતસીહ ઝાલા તથા નીરવભાઇ વઘાસીયા તથા ચાપરાજભાઇ ખવડ તથા ભાવેશભાઇ વાસાણી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન રણછોડ નગર - ૪ પાસે આવતા ત્યા “લિટલ લોર્ડ્સ પ્લે હાઉસ” આવેલ હોઇ જયા બાળકોની અવર જવર કરતા જોવામાં આવેલ જેથી -લિટલ લોર્ડસ પ્લે હાઉસ” અંદર જઇ તપાસ કરતા પ્લે હાઉસ ચાલુ હોય અને સરકારની કોરોના અંગેની ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવેલ ન હોઇ સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,

આરોપીનું નામ - કેતનભાઇ પ્રવીણભાઇ પટેલ ઉ.વ. ૪૫ રહે. -લોર્ડ વિલ્લા- મકાન ૧- તપોવન સોસા. અમીન માર્ગ રાજકોટ છે.

આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરા તથા પો.સબ.ઇન્સ બી.બી.કોડીયાતર તથા એ.એસ.આઇ સલીમભાઇ માડમ તથા તથા અજયભાઇ બસીયા તથા મનોજભાઇ મકવાણા તથા પો.કોન્સ હેમેન્દ્રભાઇ વાધીયા તથા પરેશભાઇ સોઢીયા તથા સંજયભાઇ મીયાત્રા તથા સિરાજભાઇ ચાનીયા તથા જયદીપસિંહ બોરાણા તથા મિતેષભાઇ આડેસરા તથા વિશ્વજીતસીહ ઝાલા તથા નીરવભાઇ વઘાસીયા તથા ચાપરાજભાઇ ખવડ તથા ભાવેશભાઇ વાસાણી સહિતે કરી હતી.

 

(9:53 pm IST)