Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

માલવીયાનગર પોલીસનો સપાટો : તફડાવેલી ઓટો રીક્ષા સાથે એક ઇસમને પકડી પાડ્યો

 રાજકોટ  : માલવીયાનગર પોલીસે સપાટો બોલાવ્‍યો છે. તફડાવેલી ઓટોરીક્ષા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિસ્‍તૃત વિગતો જોઇએ તો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશનર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પો. કમી શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-ર તથા મદદનીશ પો. કમી. જે. એમ. ગેડમ દક્ષીણ વિભાગ નાઓઅે વાહન ચોરીઓના ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી પો. ઇન્‍સ. કે.અેન. ભુકણ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો. સબ. ઇન્‍સ. વી.કે. ઝાલા તથા ટીમના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન પો. કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાની સંયુકત બાતમી આધારે નીચે જણાવેલ ઇસમને રાજકોટ ગોંડલ રોડ, સ્‍વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચેથી ચોરી કરેલ ઓટો રીક્ષા સાથે પકડી પાડી ઓટો રીક્ષાના રજીસ્‍ટર નંબર તથા એન્‍જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ એપ્‍લીકેશનમાં સર્ચ કરાવતા અન્‍ય વ્‍યકિતના નામે રજીસ્‍ટર થયેલ હોવાનું જણાય આવેલા તેમજ મજકુર ઇસમની યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે સદરહું રીક્ષા તા. ર૯-૦૩-ર૦ર૧ ના રોજ રાત્રીના સમયે ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

અમરદીપભાઇ ઉર્ફે ખોડાભાઇ મનુભાઇ પરમાર (ઉ.વ.૩૩) રહે. ગોકુલધામ આર. એમ.સી. આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ૧ર કવાર્ટર નં. ૧૪૩૬, રાજકોટ.

કબજે કરેલ મુદ્દામાલ : બજાર સી. એન.જી. ઓટો રીક્ષા રજીસ્‍ટર નંબર જેજેર૩ ડબલ્‍યુ૦૭રપ કિ. રૂ.પ૦,૦૦૦

આરોપીનો ગુન્‍હાહીત ઇતીહાસ : માલવીયા નગર પો. સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં. ર૧૦ર૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૪૭.૧૧૪ વિગેરે

આ કામગીરી કરનાર અધી. /કર્મચારીઓ

પો. ઇન્‍સ. કે. એન. ભુકણ તથા પો. સબ. ઇન્‍સ. વી.કે. ઝાલા તથા પો. હેડ કોન્‍સ. મસરીભાઇ ભેટારીયા તથા દિગ્‍પાલસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા રોહિતભાઇ કછોટ તથા મહેશભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત માલવીયાનગર પો. સ્‍ટે. રાજકોટ શહેર.

(10:56 pm IST)