Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કોરોના વોરિયર્સ રાજકોટ જીલ્લાના આરોગ્ય કર્મચારીઓને પરિપત્રનો લાભ કેમ નથી અપાતો ?

રાજકોટ, તા. ૩૧ :. કોરોના દર્દીની સતત સારવાર કરતા આરોગ્ય કર્મચારીઓની અભૂતપૂર્વ કામગીરીને ધ્યાનમાં લઈ તા. ૨-૨-૨૦૨૧ના રોજ અધિક નિયામક (પ.ક.)ના પત્ર ક્રમાંક ન.૫.ક. ૨૦/૨૧/આરટી/એકાઉન્ટ/૪૧૪૦૮૫/૩૨/૨૧ મુજબ રાજ્યના તમામ વિભાગીય નાયબ નિયામક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ મેડીકલ ઓફિસરને જો કોરોના રસીકરણ કાર્યક્રમ હાલમાં ચાલુ છે તેમા ખર્ચ કરવા અંગે બજેટ લાઈન મંજુર થયેલ છે.

આ પરિપત્ર પ્રમાણે જે કર્મચારીઓ કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોજ જે ગામમાં રસીકરણનું સેસન કરવામાં આવે છે તેમા કામ કરતા કર્મચારીઓ અને રસીકરણમાં આવતા લાભાર્થીને કોઈ અગવડતા ના પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આ ચુકવણુ કરવાનુ હોય છે, પરંતુ રાજકોટ જિલ્લાના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલ છે કે આવો કોઈ પત્ર રાજકોટના આરોગ્ય અધિકારી દ્વારા થયેલ નથી. જે ખૂબ જ ગંભીર બાબત છે.

જે કર્મચારીઓ દિવસ રાત કોરોના સામે લડાઈ લડી રહ્યા છે તેમને આ મહેનતાણુ મળતુ નથી. જાણવા મળ્યુ છે કે રાજ્યના અમુક જિલ્લામાં આ પરિપત્રની અમલવારી થયેલ છે, તો શા માટે રાજકોટ જીલ્લામાં થયેલ નથી ? તે બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાવી, આ યોજનાનો મળવાપાત્ર કર્મચારીઓને લાભ મળે તેવી માંગ કરવામાં આવેલ છે.

(11:35 am IST)