Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કાળીપાટમાં પ્રેમમાં પડેલા સત્તર વર્ષના સાહિલને ભાઇએ ઠપકો દેતાં ઝેર પીધું

રાજકોટ તા. ૩૧: કાળીપાટ ગામે રહેતાં અને બગીચામાં દેખરેખનું કામ કરતાં સાહિલ તુલસીભાઇ રાઠોડ (ઉ.વ.૧૭)એ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

સાહિલને સગાની દિકરી સાથે પ્રેમ થઇ ગયો હોઇ ઉમર હજુ નાની હોઇ તેના ભાઇએ આ બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં ઝેર પી ગયાનું તેના પરિવારજને જણાવ્યું હતું.

(11:38 am IST)