Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

દરરોજ થોડી કસરતથી વડીલોનું સ્વાસ્થ્ય ઉત્તમ બની શકેઃ ડો. પૂર્વી જાવીયા

ફીઝીયોથેરાપીના માધ્યમથી અનેક દર્દમાં રાહત મળે છેઃ વજન વધારવુ, વજન ઉતારવુ, એરોબિકસ, યોગ, પાવર યોગા, ડાયટ કાઉન્સેલીંગ, ગર્ભાવસ્થા દરમ્યાન તથા ડિલીવરી પછીની ફિઝીયોથેરાપી સારવાર, મેનોપોઝ બાદ જરૂરી કસરત, ડાયાબીટીસના દર્દી માટે ફુટ કેઅર અને ડાયટ કાઉન્સલીંગના માધ્યમથી રોગમુકત થઈ શકાયઃ જાણીતા ફીઝીયોથેરાપીસ્ટ અકિલાના આંગણે

વન..ટુ..થ્રી..ફોર...ફાઈવ...: ડો. પૂર્વી જાવીયાએ અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને ફીઝીયોથેરાપી વિષયક માહિતી આપી હતી. આ તકે સંગીત તજજ્ઞ ભગવતીભાઈ મોદીને ડો. પૂર્વી જાવીયાએ ફીઝીયોથેરાપી કસરત વિશે પ્રેકટીકલ માર્ગદર્શન આપ્યુ હતું. કમરેથી ટટ્ટાર બેસીને ધીમે ધીમે પગ ઉંચા કરાવીને વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ... તેમ કહીને શારીરિક કસરત વિશે આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૩૦ :. દરરોજ માત્ર થોડી કસરત કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે છે. સામાન્ય કસરતો વડીલો માટે તો આશિર્વાદરૂપ બની શકે છે. આ શબ્દો ફીઝીયોથેરાપીસ્ટ ડો. પૂર્વી જાવીયાના છે. તેઓ ભારતના અનેક સ્થાનો પર અનુભવ અને જ્ઞાન લઈને રાજકોટમાં સેવા આપી રહ્યા છે. લાંબા સમયના અનુભવ બાદ કસરત દ્વારા વિવિધ આરોગ્ય સમસ્યા દૂર કરવાના નિષ્ણાંત બની ગયા છે. તેઓએ કરેલા પ્રયોગોથી અનેક વડીલો સ્વસ્થ જીવન વિતાવી રહ્યા છે.

અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાની શુભેચ્છા મુલાકાત લઈને રાજકોટના ફીઝીયોથેરાપીસ્ટ ડો. પૂર્વી એસ. જાવીયાએ ફિઝીયોથેરાપી અંગે વિવિધ માહિતી આપી હતી. આ તકે સંગીત તજજ્ઞ ભગવતીભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

ફીઝીયોથેરાપીસ્ટ ડો. પૂર્વી જાવીયાએ વધુમાં જણાવ્યુ કે, મેં એક ડોકટર તરીકે જોયું કે આપણા સમાજમાં વડીલો અને વૃદ્ધો ઉંમર વધતા શારીરિક તકલીફો શરૂ થતા બાપદાદા બોલતા તેવા નિરાશાજનક શબ્દો વારંવાર ઉચ્ચારે છે. 'ભઈ, હવે હું નાનો થોડો છું, ખૂબ કામ કર્યુ, ઉંમર થાય એટલે પ્રશ્નો તો થાય ને, ચાલી ન શકાય, વાકું ના વાળી શકાય વિ.વિ.' આ તો કુદરતના દેહનો ક્રમ છે. જાશું ત્યારે જ ભેગુ લેતા જઈશું. આ નિરાશાજનક વાતોને બદલે વધતી વયે વડિલો થોડી હળવી કસરતો કરે અથવા તો ચાલુ રાખે તો તેમનુ જીવન આશાભર્યુ અને સહેજે આનંદમય બને. આ માટે હું જો આઠ-દશ વડીલો સવારે (૭.૦૦ વાગ્યે - એક ચોક્કસ સમયે) એક સ્થળે ભેગા થાય છે, તો હું વિનામૂલ્યે તેમની તકલીફ સમજી તેમની તકલીફ મટાડવાની જરૂરી કસરતો અને માર્ગદર્શન આપી શકું તો મને મારૂ જીવન અને જ્ઞાન સાર્થક લાગશે. મારા કલીનીકમાં મારો નિર્વાહ ચાલે અને આવા નાના મારા યોગદાનથી હું વડીલોના જીવનમાં આનંદ, ઉત્સાહ અને શ્રધ્ધા રોપી શકું.

રાજકોટના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્ક મેઈન રોડ શેરી નં. ૬, 'કૃષ્ણ પ્રિય' ખાતે પ્લાનેટ હેલ્થ ફીઝીયો કેર ચલાવતા ડો. પૂર્વી જાવીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમારા પ્લાનેટ હેલ્થ ફીઝીયો કેરમાં ન્યુરોલોજીકલ રોગો જેવા કે મગજનો સ્ટ્રોક, લકવો, મલ્ટીપલ સ્કલેરોસીસ, પાર્કિન્સન, સેરેબ્રલ પાલ્સી, માયેસ્થેનીયા ગ્રેવિસ, કરોડરજ્જુમાં થયેલ ઈજા, મગજના ઓપરેશન પછીની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ટિગો સારવાર, હૃદયની સર્જરી પછીની વિવિધ કસરત, સ્નાયુ તથા હાડકાના દુખાવાની સારવાર, સાયટીકા, ફ્રોઝન સોલ્ડર, જોઈન્ટ રીપ્લેસમેન્ટ પછીની કસરત, આર્થરાઈટીસ, સ્પોર્ટસ ઈન્જરી પછીની સારવાર આપવામાં આવે છે.

આ ઉપરાંત ફીઝીયોથેરાપી સેન્ટરમાં ડાયાથર્મી, ઈન્ટરફેસેન્સીયલ કરન્ટ, અલ્ટ્રાસાઉન્ડ એન્ડ ટેન્સ થેરાપી, વેકસ બાથ, હોટ એન્ડ કોલ્ડ બાથ, ટ્રેડમીલ એન્ડ સાયકલીંગની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત એરોબિકસ, જુમ્બા, યોગા એન્ડ પાવર યોગા, એડવાન્સ ફિટનેસ ટ્રેનીંગ, પીલાટીસ ટ્રેનીંગ, ક્રોસ ટ્રેનીંગ, સર્કિટ ટ્રેનીંગ, ડાયટ કાઉન્સેલીંગ, વજન વધારવો તથા ઘટાડવો, ગર્ભાવસ્થા દરમ્યાન તથા ડીલીવરી પછીની ફિઝીયોથેરાપી સારવાર, પીસીઓડી (પીસીઓએસ) માટે જરૂરી કસરત તથા ડાયટ પલાનીંગ, મેનોપોઝ બાદની જરૂરી કસરત, ડાયાબીટીસના દર્દી માટે ફુટ કેઅર તથા ડાયટ પ્લાનીંગ ઉપલબ્ધ છે. ફીટનેસ સેન્ટર માટે માત્ર મહિલાઓ માટે ઉપલબ્ધ છે.

ડો. પૂર્વી જાવીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે પ્લાનેટ હેલ્થ ફીઝીયો કેરમાં ૧૦થી વધુ ડોકટરોની ટીમ કાર્યરત છે. જેમા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા તબીબો પોતાની સેવા આપે છે. શહેરના કોઈપણ વિસ્તારમાં સારવાર થઈ શકે છે. દરેક દર્દી મુજબ સમયની વ્યવસ્થા, કોઈપણ ઉંમરના વ્યકિત તથા દર્દી માટે સારવાર, દુખાવાની સારવાર માટે અલ્ટ્રાસાઉન્ડ ફેસેલીટી, લકવાના દર્દી માટે ઈલેકટ્રીક સ્ટીમ્યુલેશનની વ્યવસ્થા, અતિ આધુનિક સાધનો દ્વારા સારવારની વ્યવસ્થા, સ્નાયુ તથા હાડકાને લગતા બધા જ પ્રકારના દુખાવા માટેની ફીઝીયોથેરાપી સારવાર, ફ્રેકચર તથા જોઈન્ટ રીપ્લેસમેન્ટ પછીની વિવિધ કસરતો, કરોડરજ્જુ તથા મગજના રોગો માટેની ફીઝીયોથેરાપી તથા મગજની બિમારી માટે થયેલ ઓપરેશન પછીની કસરતો ઉપલબ્ધ છે.

ડો. પૂર્વી જાવીયાએ વધુમાં જણાવ્યુ કે, કમાણી સાથે માનવ સેવા એ મારું ધ્યેય. મેં પેરા મેડીકલમાં ફીઝીયોથેરાપી પસંદ કરી અને સહેલાઇથી પ્રવેશ મેળવ્યો. એ અભ્યાસ ક્ષેત્રમાં મારું દિલ લાગ્યું અને સાડા ચાર વર્ષના અંતે મેં બેચલર ઓફ ફિઝીયોથેરાપીની ડીગ્રી મેળવી, તદ્ઉપરાંત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુ. એન. મહેતા ઇન્સ્ટીટયુટમાંથી ફેલોશીપ કાર્ડીયાક ફિઝીયોથેરાપીની કમ્પલીટ કરી.

ભારતમાં ફિઝીયોથેરાપીનો અભ્યાસ સાડા ચાર વર્ષનો છે. એ દરમ્યાન બીજા વર્ષથી અમારે દર્દીઓના સંપર્કમાં આવવાનું થાય. જેમ જેમ જુદી જુદી તકલીફો વાળા દર્દીઓનો સંપર્ક થતો ગયો અને ચોથા વર્ષથી દર્દીઓને ટ્રીટ કરવાની જવાબદારી આવી ત્યારથી મેં જોયું કે બિમાર દર્દીઓ તેમના દર્દનાં અંગે ભય, નિરાશા અને હતાશાથી પીડાતા હતાં.

ટ્રીટમેન્ટ જેમ જેમ થતી ગઇ એમ સમય જતાં અસરકર્તા બની, તેમ તેમ તેના ચહેરા પર ખુશી વધતી ગઇ, વધુ સારવાર લેવાની હિંમત ચમકતી અને નિરાશા દુર થતી હતી. તબીયત બરાબર સુધરતાં દર્દી અમને હસતે મુખે આર્શિવાદ અને શુભેચ્છા આપી વિદાય લેતાં. તેમનો આ આનંદિત ચહેરો, સાજા થયાનો આનંદ, નિર્વાહ પુર્તિ સાથે સેવાનો આનંદ મને વધુ અને વધુ અભ્યાસ કરવા પ્રેરિત કરતો હતો. મેં સુપર સ્પેશ્યાલાઇઝેશન માટે જુદી જુદી બ્રાંચીસનો અભ્યાસ કર્યો અને અનુભવ મેળવ્યો.

હૃદયને લગતી બિમારી (બાયપાસ કે વાલ્વને લગતી બિમારી) અને એના અન્ય ઓપરેશન પછી થતી તકલીફો માટે જરૂરી ફિઝીયોથેરાપી સારવાર આપવાની હોય છે એનો અનુભવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી લીધો.

તદઉપરાંત મગજ અને ચેતાતંત્ર કે હાડકાઓને લગતા જોઈન્ટ રીપ્લેશમેન્ટ કે અકસ્માત પછી અંગ વિચ્છેદના દર્દીઓને ફિઝીયોથેરાપીથી સારવાર આપવાની હોય છે. તેવા દર્દીના રીહેબિલિટેશનનો અનુભવ મેં ciims હોસ્પિટલ, નાગપુર - મહારાષ્ટ્રમાં લગભગ ચાર વર્ષ સુધી લીધો.

વજન વધારવો, વજન ઉતારવો, એરોબિકસ, યોગ, પાવર યોગા, ડાયટ કાઉન્સેલીંગ, ગર્ભાવસ્થા દરમ્યાન તથા ડિલીવરી પછીની ફિઝીયોથેરાપી સારવાર, મેનોપોઝ બાદ જરૂરી કસરત, ડાયાબીટીસના દર્દી માટે ફુટ કેઅર અને ડાયટ કાઉન્સલીંગ જેવા ફિટનેસ કોર્ષીસનો અનુભવ મેં ઈન્ડીયન એકેડમી ઓફ ફિટનેસ ટ્રેનીંગ (iaft) મેંગ્લોર - કર્ણાટકથી લીધો. પછી રાજકોટમાં આવી મેં મારૂ પોતાનું કલીનીક પ્લાનેટ હેલ્થ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટરના નામે રોયલ પાર્ક શેરી નં. ૬ મેઈન રોડ પર શરૂ કર્યું છે.

  • નાના એવા હડીયાણા ગામમાંથી દર વર્ષે ૧૦થી ૨૦ વિદ્યાર્થીઓ મેડીકલ કે એન્જીનીયરીંગમા પ્રવેશ મેળવે છે

રાજકોટઃ. ડો. પૂર્વી જાવીયાએ જણાવ્યુ કે, મારૂ વતન જામનગર જિલ્લામાં જોડીયા તાલુકામાં જોડીયા પાસે પાંચેક હજારની વસ્તીનું હડિયાણા ગામ, હડિયાણામાં ૧૦ ધોરણ સુધીની શિક્ષણ વ્યવસ્થા. ૧૦માં પછી પ૦ થી ૬૦ વિદ્યાર્થી આજુ બાજુના મોટા શહેરોમાં ભણવા જાય. હડિયાણાના સદનશીબ કે પ૦ થી ૬૦ માંથી ર૦ થી ૩૦ વિદ્યાર્થી ઉચ્ચા સ્તરના માર્કસ મેળવે. ૧૦ થી ર૦ વિદ્યાર્થીઓ દર વર્ષે મેડીકલ કે એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવે છે.

મારા પિતા શાળામાં શિક્ષક હતા અને તેમના માર્ગદર્શન મુજબ અભ્યાસમા આગળ વધતી ગઈ. ત્યાર બાદ અનુભવ મેળવીને વતન નજીક લોકોના આરોગ્યની સેવા માટે રાજકોટ ખાતે હેલ્થ ફીઝીયો કેર સેન્ટર શરૂ કર્યુ છે. ડો. પૂર્વી જાવીયાના પતિ ડો. સમીત જાવીયા ડેન્ટીસ્ટ તરીકે પ્રેકટીશ કરે છે.

  • ફિઝીયોથેરાપીમાં જુદી જુદી નિપૂણતા માટેની બ્રાંચોની ઝાંખી

રાજકોટઃ. મેડીકલ ક્ષેત્રમાં ફીઝીયોથેરાપી વિભાગ એક મહત્વનો ભાગ ભજવે છે. જેના સહારે અનેક રોગોમાંથી મુકિત મળે છે. જે અંગે ડો. પૂર્વી જાવીયાએ જણાવ્યુ હતુ કે ફિઝીયોથેરાપીમાં જુદી જુદી નિપુણતા માટે જુદી જુદી બ્રાન્ચો ઉપલબ્ધ છે. ફિઝીયોથેરાપી એ મેડીકલ ક્ષેત્રની એક એવી શાખા છે કે જેમાં શરીરના સામાન્ય દુઃખાવાથી લઈને એકદમ જટીલ રોગોની સારવાર કરવામાં આવે છે. ફિઝીયોથેરાપી તરીકે ઓળખાતુ પેરામેડીકલનું આ ક્ષેત્ર અમેરિકા તથા યુરોપના કેટલાક દેશોમાં ફિઝીકલ થેરાપી તરીકે પણ ઓળખાય છે.

ફિઝીયોથેરાપી સારવારમાં વિવિધ ટ્રિટમેન્ટ મોડાલીટીનીનો સમાવેશ થાય છ, જેવી કે, સામાન્ય કસરત, એકયુપ્રેશર, હાઇડ્રોથેરાપી, નીડલીંગ, લેસર થેરાપી, ઇલેકટ્રોથેરાપી, અલ્ટ્રાસાઉન્ટ થેરાપી, શોર્ટવેવ ડાયાથર્મી(S.W.D.), ટ્રેકશન થેરાપી, વેકસ બાથ, મેન્યુઅલ થેરાપી, ઓઝન થેરાપી, ટ્રાન્સ કયુટેનિયસ, ઇલેકટ્રીક નર્વ સ્ટીમ્યુલેશન (T.E.N.S.) ઇન્ટર ફેરેન્શીયલ થેરાપી (I.F.T.) અલ્ટ્રાવાયોલેટ એન્ડ ઇન્ફ્રારેડ રેડીયેશન થેરાપીનો સમાવેશ થાય છે. આવી વિવિધ સારવાર ધરાવતા ફિઝીયોથેરાપી શાખામાં તેની સાથે સંકળાયેલા કાર્યક્ષેત્ર પ્રમાણે વિવિધ સુપર સ્પેશ્યિલાઇઝ શાખાઓમાં એમનું વિભાજન કરવામાં આવે છે.

મસ્કયુલો સ્કેલેટન રીહેબીલીટેશન

સ્નાયુ, હાડકાં તથા માંસપેશીની સાથે સંકળાયેલા દુઃખાવાની સારવાર કરવામાં આવે છે.હાથ, પગ, પીઠ, કમર, ગરદનના દુઃખાવા તથા આર્થરાઇટીસ, રૂઇમેટોઇડ આર્થરાઇટીસ અને ગાઉટી આર્થરાઇટીસ સાથે સંકળાયેલાં સાંધાના દુઃખાવાની સારવાર કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત કરોડરજ્જુના મણકાની ઇજા થવાથી અથવા કોઇ કારણસર ગાદી સરકરી તથા ખસી જવાથી થતાં દુઃખાવાની સારવાર પણ કરવામાં આવે છે.સાઇટીકા, ફોઝન સોલ્ડર અને હાડકાંના ફ્રેકચર તથા જોઇન્ટ રીપ્લેસમેન્ટ પછીની સામાન્ય કસરતોનો સમાવેશ થાય છે.

સ્પોર્ટસ ફિઝિયોથેરાપી

વિવિધ આઉટડોર રમતોથી થતી ઇજાની સારવારનો સમાવેશ થાય છે, જેવી કે : ટેનીસ એલ્બો, ગોલ્ફર એલ્બો, લીગામેન્ટ ઇન્જરી, જોઇન્ટ સ્પ્રેઇન મસલ સ્ટ્રેઇન, આવી બધી ઇજાઓને રોકવા માટે સ્પેશીયલ સ્પોર્ટસ ટ્રેનિંગમાં મસલ સ્ટ્રેચીંગ અને સ્ટ્રેન્થનીંગ પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવે છે.

ન્યુરોલોજીકલ રીહેબીલીટેશન

મગજ તથા કરોડરજ્જુના જન્મજાત તથા ઇજાને કારણે થયેલા ચેતાતંત્રનાં રોગોની સારવાર સર્જરી વગર અથવા સર્જરી પછી હાથ ધરવામાં આવે છે. હાઇ બ્લડપ્રેશર તથા ડાયાબિટીસનાં દર્દીઓમાં જોવા મળતા બ્રેઇન સ્ટોક અને તેને કારણે થતા લકવો (પેરાલીસીસ/અર્ધાંગ) અને માયેસ્થેનીયા ગ્રેવીસ, મલ્ટીપલ સ્કેલેરોસીસ, પાર્કિન્સન જેવા રોગો ધરાવતા દર્દીઓની રોજબરોજની સામાન્ય ક્રિયાઓ માટે ન્યુરોલોજીકલ રીહેબિલિટેશનમાં મેન્યુઅલ થેરાપીથી લઇને વિવિધ ઉચ્ચ કોટીની ઇલેકટ્રોથેરાપી આપવામાં આવતી હોય છે.

પિડીયાટ્રીક ફિઝીયોથેરાપીમાં

જનીનની ખામીને કારણે ચેતાતંત્ર તથા સ્નાયુ સાથે સંકળાયેલાં વિવિધ રોગો જેવા કે, ટોરર્ટી કોલીસ (ત્રાસી ડોક), સ્પાઇના બાઇફીડા, મસ્કયુલર ડીસ્ટ્રોફી, સેરેબ્રલ પાલ્સી, અરર્બ પાલ્સી, ગુલીયન બેર સીન્ડ્રોમ, ડાઉન સીન્ડ્રોમ ફેફસાં તથા હૃદય સાથે સંકળાયેલાં વિવિધ રોગો અને રોગોની સારવાર માટે થયેલી સર્જરી પછી અને પહેલાંની કાર્યક્ષમતા વધારવાની અને ફેફસાની કસરતોનો કાર્ડીયાક રીહેબીલીટેશનમાં સમાવેશ થાય છે. હૃદયનાં રોગો માટે થયેલ સારવાર જેવી કે, વાલ્વ રીપ્લેસમેન્ટ, સ્ટેન્ટીંગ તથા કોરોનરી બાયપાસ ગ્રાફટીંગમાં સર્જરી પછી તુરંત ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવતી હોય છે.

  • વર્ટીગો-કાનના ચક્કરને ગંભીર બિમારી ન સમજવી જોઈએઃ ફીઝીયોથેરાપીથી રોગમુકત થઈ શકાય

રાજકોટ :. ડો. પૂર્વી જાવીયાએ વર્ટીગો (કાનનાં ચક્કર) તથા કાનમાં રહેલ બેલેન્સીંગ ફલુઇડમાં ડિસ્ટર્બન્સના લીધે શારીરીક તકલીફો થાય છે. જેને લોકો ગંભીર બિમારી સમજે છે આ કોઈ હૃદય કે અન્ય અંગને લગતી ગંભીર બિમારી નથી. ફીઝીયોથેરાપીના માધ્યમથી રોગમુકત બની શકાય છે. અસંતુલની ફિઝિયોથેરાપી સારવાર વર્ટીંગો રીહીબીલીટેશનમાં કરવામાં આવે છે. ફિઝિયોથેરાપીની આ ક્ષેત્રમાં  નવી દિશાઓ ખુલી રહી છે.

વૃધ્ધત્વને કારણે શરીરમાં માંસપેશી, સ્નાયુ, હાડકાં, સાંધા ચેતાતંત્ર, મગજ તથા રોગપ્રતિકારક શકિત ઘટવાથી સર્જાતી વિવિધ પરિસ્થિતિઓ સામાન્ય રીતે વૃધ્ધ લોકોની જીવન જીવવાની ગુણવતામાં ઘટાડો કરતી હોય છે. જિરીયાટ્રીક ફિઝીયોથેરાપીમાં આવી બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને વિવિધ મેન્યુઅલ ફિઝિયોથેરાપી તથા ઇલેકટ્રોથેરાપી આપવાથી જીવન જીવવાની ગુણવતા સુધરી શકાય છે.

સામાન્ય રીતે શરીરમાં થતાં દુઃખાવા માટે આપવામાં આવતી વિવિધ ફિઝીયોથેરાપીનું પરીણામ ટૂંકા સમયમાં ખૂબ જ સારૂ લાવી શકાય છે, પરંતુ ચેતાતંત્રનાં રોગો તથા ચેતાતંત્રમાં થયેલ ઇજા અને જનીનીક ખામીને કારણે સર્જાતી પરિસ્થિતિઓ માટે આપવામાં આવતી ફિઝીયોથેરાપી સારવાર ખૂબ જ લાંબો સમય ચાલતી હોય છે અને તેનું પરીણામ દર્દીની રૂટીન લાઇફ સુધારી શકે છે. પરંતુ, તેને તદન મુકત કરી શકતી નથી.

  • અમુક ખૂબ જ ગંભીર કેસોમા ફિઝીયોથેરાપી સારવાર ચમત્કારીક પરીણામ પણ લાવી શકે

રાજકોટઃ. ડો. પૂર્વી જાવીયાએ જણાવ્યુ હતુ કે, અમુક ખુબ જ ગંભીર કેસોમા ફિઝીયોથેરાપી સારવાર ચમત્કારીક પરીણામ પણ લાવી શકે છે. જે માત્ર ઓપરેશન (સર્જરી) દ્વારા કોઈપણ સંજોગોમાં શકય ના થઈ શકે.

ડો. પૂર્વી જાવીયાએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યુ હતુ કે, ૪૫ વર્ષના રોડ અકસ્માતમા ઘાયલ થયેલ દર્દી અકસ્માતના ટૂક સમયમાં જ કોમામાં સરી પડયા હતા. અકસ્માતને કારણે થયેલા મગજના હેમરેજને કારણે તેમની આ પરિસ્થિતિ થયેલી હતી. પ્રાથમિક રીતે અને તાત્કાલિક સારવાર તરીકે મગજમા' જમા થયેલા લોહી (બ્લડ) ને સર્જરી વડે બહાર કાઢવામા આવ્યું હતુ. એમ છતા મગજના પ્રવાહી એટલે કે સેરેબ્રો સ્પાઈનલ ફલ્યુઈડમાં થયેલ અસંતુલનને બીજા ઓપરેશન વડે શન્ટીંગ દ્વારા નોર્મલ કરવામાં આવ્યુ હતું. આવી જટીલ સર્જરી કરવા છતાં દર્દીના બધા જ અંગો લકવાગ્રસ્ત પેરેલીસીસ હોવાથી દર્દી પોતાની રોજબરોજની પ્રવૃતિ જાતે કરવા સક્ષમ ન હતુ. ત્યાર બાદ આ દર્દી માટે આઈ.સી.યુ. માં જ એગ્રેસીવ ચેસ્ટ અને લીમ્બ ફિઝીયોથેરાપી શરૂ કરવામાં આવી. જેનુ સારૂ પરિણામ દેખાતા, વોર્ડમાં શીફટ કરવામાં આવ્યું. દર્દીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યા પછી, પણ ફિઝીયોથેરાપી સારવાર ઘરે ચાલુ રાખવામા આવી હતી, લગભગ ૬-૭ મહિને દર્દી બેસતા શીખ્યું અને આશરે દોઢ વર્ષ કન્ટીન્યુ સારવાર લીધા પછી ચાલતા થઈ ગયા. વ્યવસાયે શિક્ષક એવા રોડ અકસ્માતમાં ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ દર્દી ૩ વર્ષ પછી પાછા પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત થઈ ગયા.

બીજો અનુભવ વર્ણવતા ડો. પૂર્વી જાવીયાએ જણાવ્યુ કે, ઉંમર ૧૭ વર્ષ, દર્દીને સાદો વાઈરસ તાવ આવ્યો હતો. જેની અસર મગજ ઉપર થઈને એનો ચેપ મગજના પાણીમાંથી ચેતાતંત્રમાં ફેલાયો અને ૨ થી ૩ દિવસમા પથારીવશ થઈ ગયા. પછી ૧૪ દિવસ પ્લાઝમાંના ઈન્જેકશનની સારવાર કરીને વ્હીલચેરમા' ઘરે આવ્યા.

ત્યારથી ફિઝીયોથેરાપી સારવાર ચાલુ થઈ. હાથ-પગના સ્નાયુની મજબૂતી વધારવાની કસરત, ફેફસાની કેપેસીટી વધારવાની કસરત બધુ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતુ ગયું. સાઈકલીંગ, રનીંગ, આઉટડોર ગેમ્સ રમવી હવે તો બધુ દર્દી કરી શકે છે. ટ્રેડમીલમાં ૧૨ કિ.મી.ની ઝડપે દોડી પણ શકે છે. આ જર્ની લગભગ ૧૪ થી ૧૫ મહિનાની છે. દર્દીને ગુલીયન બેર સિન્ડ્રોમ નામની બિમારી હતી.

૮૬ વર્ષના એક દાદાજી (દર્દી) આવ્યા તેમણે પોતાનોે એમઆરઆઈ રીપોર્ટ અને ડોકટરની સલાહની વાત કરી. પોતાની તકલીફની વાત કરતા તેમણે કહ્યુ કે કોરોનાકાળમાં તેઓએ ઈવનીંગ વોકીંગની તેમને દરરોજની ટેવ. એપ્રિલથી નવેમ્બર સુધી બધુ બંધ હતુ પછી જ્યારે ચાલવાનુ શરૂ કરતા ૩૦૦ મીટર ચાલવા પ્રયત્ન કરતા કમરથી નીચેનો ભાગ સખત થાકી જાતો અને તેઓ બેસી જવા મજબુર થતા પાંચ દશ મિનીટ આરામ કરી ફરી ચાલવા પાછા થાકી જતા. આમ ૧ કિલોમીટર ચાલતા તેમને ચાર વખત થાક ખાવો પડતો અને તેમણે નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જનની સલાહ લીધેલ. સર્જને કીધેલુ કે તેમને ઉંમરને કારણે સ્પાઈન અને મણકાની ગાદીમાં થોડો ઘસારો છે તે સામાન્ય બાબત છે અને તેમણે હળવી કસરતો કરવા સૂચવ્યુ હતુ. આ દર્દીએ મારો સંપર્ક કર્યો અને લગભગ ૪૫ દિવસના અંતે તેઓ સરળતાથી બે કિલોમીટર જેટલુ અંતર સરળતાથી ચાલી શકે છે.

  • રાત્રીના ભોજનમાં જંકફૂડ-ફરસાણ આવતા લોકોનું આરોગ્ય જોખમાયુઃ ડો. પૂર્વી જાવીયા

ઘઉં કરતા ચોખા સારા પરંતુ બન્નેનો ઉપયોગ જોઈતા પ્રમાણમાં કરવો જોઈએઃ ઘઉંમાં 'ગ્લુટીન' નામનો પદાર્થ હોવાથી ભાખરી-રોટલી સહિતની ખાદ્યવસ્તુઓ ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી : ૭૦ ટકા લોકો વજન ઘટાડવા માટે કસરત કરે છેઃ ૩૦ ટકા લોકો વજન વધારવા માટે એકસરસાઈઝનો સહારો લે છેઃ બાળકોને નાનપણથી ખાણીપીણીથી લઈને દરેક બાબતો માટે પુરતુ જ્ઞાન આપવું જોઈએ

રાજકોટ, તા. ૩૦ :. રાત્રીના ભોજનમાં જંકફૂડ, ફરસાણ, ન પચે તેવો ખોરાક ખાવાથી લોકોના આરોગ્યને નુકશાન થઈ રહ્યુ છે તેમ રાજકોટના ફીઝીયોથેરાપીસ્ટ ડો. પૂર્વી એસ. જાવીયાએ અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું. આ તકે સંગીત તજજ્ઞ ભગવતીભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્ક મેઈન રોડ શેરી નં. ૬, 'કૃષ્ણ પ્રિય' ખાતે પ્લાનેટ હેલ્થ ફીઝીયો કેર ચલાવતા ડો. પૂર્વી જાવીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, દિવસના ખોરાક કે નાસ્તો લેવાથી આખો દિવસની ભાગદોડના કારણે ગમે તેવો ખોરાક પચી જાય છે પરંતુ રાત્રીના સમયે જંકફૂડ કે ફરસાણનું પ્રમાણ વધુ હોય તો શરીર માટે તે નુકશાનકારક છે અને પચવામાં પણ ભારરૂપ લાગે છે તેથી રાત્રીના સમયે હળવો ખોરાક લેવો જોઈએ.

ડો. પૂર્વી એસ. જાવીયાએ અકિલા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યુ કે ચોખા અને ઘઉંનો ઉપયોગ લોકો ભોજનમાં કરી રહ્યા છે ત્યારે ઘઉં કરતા ચોખાનો ઉપયોગ સારો પરંતુ ઘઉંમાં ગ્લુટીન નામનો પદાર્થ હોવાથી ઘઉંની કોઈપણ વસ્તુ આરોગ્યા પછી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી જ્યારે ચોખાનો ખોરાક લીધા પછી થોડા સમય પછી ફરી પાછી ભૂખ લાગે છે. રાત્રીના ભોજનમાં હળવા ખોરાકની સાથોસાથ છાસ કે કોઈપણ પ્રવાહી વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ.

વાલીઓએ પોતાના બાળકોને તંદુરસ્ત રાખવા હોય તો બાળપણથી જ તેને દરેક પ્રકારના ખોરાક આપવા જોઈએ. જેથી ઉંમર વધતાની સાથે જ કોઈ બિમારી ન આવે અને શારીરિક વિકાસ પણ થાય. વધુ પડતી કેલરીવાળો ખોરાક પચતો નથી.  હાલના સમયમાં બેઠાડુ જીવન તથા જંકફૂડ અને ફરસાણનો ઉપયોગ વધુ હોવાથી ૭૦ ટકા લોકો વજન ઘટાડવા માટે ફીઝીયો કેર સેન્ટરની મુલાકાત લે છે. જ્યારે ૩૦ ટકા લોકો વજન વધારવા માટેની કસરત કરવા માટે આવે છે તેમ ડો. પૂર્વી જાવીયાએ જણાવ્યુ હતું.

ડો. પૂર્વી જાવીયાએ વધુમાં જણાવ્યુ કે, ફીઝીયો કેર સેન્ટરના માધ્યમથી મહિલાઓને લગતા ગાયનેલોજીસ્ટ પ્રશ્નોના નિરાકરણ માટે મહિલાઓ અને યુવતીઓ સેન્ટરમાં કસરત માટે આવે છે અને ફીટનેસ સેન્ટરમાં ૨૦થી ૩૦ વર્ષની યુવતીઓ તથા ૪૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પણ કસરત માટે આવે છે.

- સંપર્ક સૂત્ર

ડો. પૂર્વી એસ. જાવીયા (ફીઝીયોથેરાપીસ્ટ)

B.P.Th., A.C.P., MIAFT

Founder, Planet Health Physio Care, Advanced Cardiac Physiotherapist, Advanced Fitness Instructor

સમય સવારે ૯ થી ૧, સાંજે ૪ થી ૭

સરનામુઃ 'કૃષ્ણ પ્રિય' રોયલ પાર્ક મેઈન રોડ શેરી નં. ૬, યુનિવર્સિટી રોડ, રાજકોટ મો. ૭૪૩૩૯ ૯૦૦૦૫,  મો. ૯૩૦૭૧ ૮૮૪૯૨

(11:41 am IST)