Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટ જીલ્લાના નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તા આજથી ફરી રાજકોટમાં: કોર ગ્રુપ અને ડોકટરો સાથે મીટીંગોનો દોર

કોરોના કાબૂ બહાર જતા અને દર્દીઓ વધી રહ્યા હોય વધુ હોસ્પીટલો શરૂ કરવા કવાયત

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ શહેર - જીલ્લામાં કોરોના બેકાબુ છે, છેલ્લા ર૪ કલાકમાં ૯ ના કરૂણ મોત નિપજયા છે, સરકારે રાજકોટ જીલ્લામાં કોરોના સામે અસરકારક કાર્યવાહી સંદર્ભે રાજકોટના ભુતપૂર્વ કલેકટર અને હાલ ઉદ્યોગ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તાની નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરી છે. ગયા અઠવાડીયે તેઓ રાજકોટ આવ્યા બાદ ત્રણ દિવસની રજામાં ગાંધીનગર પરત ફર્યા હતાં. આજથી ફરી તેઓ કોરોના સંદર્ભે નિર્ણર્યો અંગે રાજકોટ આવી રહ્યા છે.

આજે બપોરે ૧ર વાગ્યે રાજકોટ આવ્યા બાદ તેમણે કોર ગ્રુપની કલેકટર કચેરી ખાતે મીટીંગ યોજી છે, જેમાં કલેકટર-મ્યુ. કમીશ્નર - ડીડીઓ-પોલીસ કમિશ્નર તથા અન્ય અધિકારીઓ સાથે વેકસીન, તથા દર્દીઓ વધી રહ્યા હોય, વધુને વધુ કોવીડ-હોસ્પીટલો શરૂ કરવા અંગે કાર્યવાહી હાથ ધરાઇ છે.

આ ઉપરાંત ડો. રાહૂલ ગુપ્તાએ કલેકટરની અધ્યક્ષતામાં સીવીલ હોસ્પીટલના ડોકટરો, જીલ્લા આરોગ્ય વિભાગના ડોકટરો સાથે પણ વેકસીન-ધનવતંરી રથ, ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કેસો-બહારથી આવતા લોકો વિગેરે બાબતે પણ સમીક્ષા હાથ ધરી છે.

(12:54 pm IST)