Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

બેડલા શાળાના આચાર્ય-શિક્ષકની બદલી રદ ન થાય ત્યાં સુધી બાળકોને ભણવા નહિ મોકલાય

ગ્રામજનોમાં આક્રોશઃ શાળાને તાળાબંધીઃ કલેકટરને રજૂઆત

રાજકોટઃ તાલુકાના બેડલા ગામે આવેલી સરકારી શાળાના આચાર્ય જતીનભાઇ પરમાર અને શિક્ષક ઉપેન્દ્રભાઇ ભટ્ટની ૨૫/૩ના રોજ કામગીરી ફેરફાર અંતર્ગત બદલી થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. બદલીનો ગ્રામજનોએ વિરોધ કરી બદલી રદ કરવા માંગણી કરી કલેકટરશ્રીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે બેડલા ગામમાં આચાર્ય જતીનભાઇ અને શિક્ષક ઉપેન્દ્રભાઇ  અંગત રસ લઇ છેલ્લા એક દસકાથી ખુબ સારી કામગીરી કરી રહ્યા છે. ગામના છાત્રોના ભણતરમાં તેઓ અંગત રસ દાખવી  ફરજ બજાવી રહ્યા છે. કોઇએ પોતાનો હેતુ પાર પાાડવા અને શાળાના વાતાવરણને ડહોળવા પ્રયાસ કર્યો છે. જો બદલી તાકીદે કેન્સલ કરવામાં નહિ આવે અને આચાર્ય તથા શિક્ષકની ફરીથી બેડલા સ્કૂલમાં નિમણુંક નહિ થાય તો ગામલોકો બાળકોને શાળાએ મોકલશે નહિ. શાળાને આજથી અચોક્કસ મુદ્દત સુધી તાળાબંધી કરી દેવામાં આવી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય મેળવવા પ્રયત્ન શરૂ થયો છે. તેમ સરપંચ ભારતીબેન કિશોરભાઇ બોદરે ગ્રામજનો વતી જણાવ્યું છે. બામણબોરથી બાબુલાલ ડાભીએ તસ્વીર અને માહિતી મોકલ્યા હતાં.

(3:03 pm IST)