Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ગોંડલ રોડ ઓવરબ્રીજ પાસેથી ચોરાઉ રીક્ષા સાથે અમરદીપ ઉર્ફે ખાડા ઝડપાયો

ગોકુલધામ પાસેથી રીક્ષા ચોરી કરી નીકળતા માલવીયાનગર પોલીસે દબોચ્યો

રાજકોટ, તા.૩૧ : ગોંડલ રોડ સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે ચોરાઉ રીક્ષા સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ ઓવરબ્રીજ પાસેથી એક શખ્સ ચોરાઉ રીક્ષા સાથે ઉભો હોવાની બાતમી માલવીયાનગર પોલીસ મથકના કોન્સ ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળતા પી.આઇ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.કે. ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ, દિગ્યપાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ રોહીતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા અનેસ હિતેષભાઇ અગ્રાવત સહિતે ગોંડલ રોડ સ્વામિ વિવેકાનંદ ઓવરબ્રીજ નીચેથી જી.જે. ર૩ ડબલ્યુ-૭રપ નંબરની ચોરાઉ રીક્ષા સાથે અમરદીપ ઉર્ફે ખોડા મનુભાઇ પરમાર (ઉ.વ.૩૩) (રહે. ગોકુલધામ આર. એમ.સી. આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧ર કવાર્ટર નં. ૧૪૩૬) ને પકડી લીધો હતો. તેણે બે દિવસ પહેલા ગોકુલધામ કવાર્ટર પાસેથી રીક્ષા ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

(3:05 pm IST)