Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

વોર્ડ નં. ૨ માં વધુ એક વેકિસનેશન સેન્ટર ખુલ્લુ મુકાયુ : બજરંગવાડીમાં પ્રારંભ

કોર્પોરેટર મનીષ રાડિયા, જયમીન ઠાકર, ડો.દર્શિતા શાહ તથા મીનાબા જાડેજાની સફળ રજુઆત

રાજકોટ,તા. ૩૧: સમગ્ર શહેરમાં કોરોનાના રક્ષણ સામે વેકિસનેશન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વોર્ડ નં. ૨ના વધુમાં વધુ વિસ્તાર વાસીઓ રસીકરણનો લાભ લે તે માટે બજરંગવાડી સર્કલ પાસે શાળા નં. ૫૯ ખાતે નવું વેકસીનેશનલ સેન્ટરનો વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનિષ રાડીયા જયમીન ઠાકર, ડો.દર્શિતાબેન શાહ તથા મીનાબા જાડેજાના પ્રયાસોની પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ અંગે કોર્પોરેટરોની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.૨ના વિસ્તારવાસીઓ માટે વેકસીનેશન સેન્ટર ઉપલબ્ધ ન હોય તેથી તેઓએ વેકસીનેશન લેવા દુર સુધી  જવું પડતું હતું. વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા આ વિસ્તારોમાં વેકસીનેશન સેન્ટર શરૂ કરવા કમિશનરને રજુઆત કરવામાં આવેલ. જે રજુઆત અન્વયે  વોર્ડ નં.૨ની વોર્ડ ઓફીસ પાસે આવેલ ગીત ગુર્જરી સોસાયટીમાં આવેલ ચાણકય સ્કુલ (શાળા નં-૫૬)માં વેકસીનેશન સેન્ટરની તાત્કાલિક મંજુરી આપવામાં આવેલ તથા વેકસીનેશન સેન્ટર શરૂ પણ કરવામાં આવેલ છે. તેમજ વોર્ડ નં.૨ના વિસ્તારો ધ્યાને લઇ આ વિસ્તારમાં વધારાનું બીજું વેકસીનેશન સેન્ટરની પણ જરૂરિયાત હોઈ, કમિશનરશ્રીને વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા રજુઆત કરવામાં આવતા વોર્ડ નં.૨માં જામનગર રોડ બજરંગવાડી સર્કલ પાસે (શાળા નં-૫૯) ખાતે બીજા વેકસીનેશન સેન્ટર મંજુર કરવામાં આવેલ તથા તેનો પ્રારંભ તા.૩૦માર્ચથી કરવામાં આવેલ છે.   

વોર્ડ નં.૨ના વિસ્તારવાસીઓ આ બંને વેકસીનેશન સેન્ટરોનો લાભ લઇ શકશે. તેવું વધુમાં વોર્ડ નં.૨ના કોર્પોરેટરઓએ જણાવેલ છે.     

આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૨ના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા યુવા ભાજપના મંત્રી પૃથ્વીસિંહ વાળા, ચંદ્રસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ભાગવતભાઈ શર્મા, જય દવે, ઉદયભાઈ સોમૈયા, પુષ્પકભાઈ જૈન, જયકિશનભાઈ ઝાલા, જેન્તીભાઈ બુધેલીયા, જયદીપ ગઢવી, યુનુસભાઈ ભટ્ટી, લીલાબા જાડેજા, દીપાબેન કાચા, દેવ્યાનીબેન રાવળ, શ્રદ્ઘાબેન સીમેજીયા, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન ચતવાણી, ભારતીબેન પંડ્યા, ઉર્મિલાબેન તન્ના, અનુબેન પરમાર, ભાવનાબેન પોપટ વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:07 pm IST)