Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

બંગાળમાં ભગવો લહેરાશે, ભાજપને ૨૦૦થી વધુ બેઠકો મળશેઃ પૃથ્વીસિંહ જાડેજા

પ્રિયંકા-રાહુલ સિવાયના કોંગી નેતાઓ ચૂંંટણી પ્રચારમાં જોડાયા નથીઃ મમતા સરકાર ધરાશાયી બનશે, તેઓનો પણ પરાજય નિશ્ચીત છે

રાજકોટઃ પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે. મમતા સરકાર ધરાશાયી બની જશે. ભાજપને ૨૦૦થી વધુ બેઠકો મળશે તેમ ભાજપ અગ્રણી શ્રી પૃથ્વીસિંહ જાડેજા (બાવા) એ એક નિવેદનમાં જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે દેશના મહત્વના રાજયોની ચૂંટણીઓમાં નહેરૂ પરિવારના પ્રિયંકાગાંધી વાડરા અને રાહુલ ગાંધી સિવાયના કોઇ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહયા નથી.

પૃથ્વીસિંહ વધુમાં જણાવે  છે કે પશ્ચિમ બંગાળમાં પોતાને સર્વેસર્વા માનનાર મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આ ચૂંટણીમાં હારી રહયા છે. મને શંકા છે કે તેઓ આ ચંુટણીમાં માનસીક સંતુલન ખોઇ બેસશે.

ભાજપને બંગાળમાં કલ્પનાતીત બહુમતી મેળવી વિજય મળશે. ૨૦૦થી વધુ બેઠક મળશે. કયાંક એવા સવાલો થાય છે કે લધુમતી બહુમતી વિસ્તારોમાં પીછેહટ થશે પણ લઘુમતી સમાજ નરેન્દ્રભાઇ સાથેની વિચારણા સાથે જોડાયા છે. આ દેશમાં ભુતકાળમાં રામ મંદિર કાશ્મીરના અનેક પ્રશ્નો સામે લઘુમતી સમુદાય સાથે જ રહયા હતા. તેમ અંતમાં જણાવ્યું હતુ.  (પૃથ્વીસિંહ જાડેજા મો. ૯૯૯૮૫ ૫૦૧૯૦)

(3:07 pm IST)