Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

જીવનનગરમાં પાણીની અંજલી આપી હોળીનું પ્રાગટય

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળ, મહોત્સવ સમિતિના ઉપક્રમે હોલિકાત્સૌવ પર્વની ત્રિવેણી સંગમ કાર્યક્રમો સાથે સમાપન થયું હતું. ૩ સેવા શ્રેષ્ઠીઓના સન્માન સાથે કોરોના સામેની સાવચેતી માટેના શપથ, પાણી અંજલિ આપી વૈજ્ઞાનિક પધ્ધતિથી હોળીનું પ્રાગટય કરવામાં આવ્યું હતું.

મેયર ડો.પ્રદિપભાઈ ડવએ સુનિતાબેન વ્યાસ, વિનુભાઈ ભટ્ટ, કેતનભાઈ મકવાણાનું મોમેન્ટ, પ્રમાણપત્ર સાથે વિશિષ્ઠ સન્માન કર્યું હતું.

સમિતિના પ્રમુખ- એડવોકેટ જયંત પંડયાએ હોળી પ્રાગટયમાં પાણીની અંજલિ પ્રયોગમાં છાણા વચ્ચે સોડિયમ મેટલ રાખી દીધું હતું. પાણીનો છંટકાવ સાથે રાસાયણિક પ્રક્રિયાને કારણે અગ્નિ ઉત્પન્ન થયો હતો. અગ્નિનું આપોઆપ સળગવામાં ધૂપીયામાં પોટેશ્યમ પરમેગેનેટ રાખી, તેમાં ગ્લીસરીન નાખવાથી રાસાયણિક પ્રક્રિયાના કારણે અગ્નિની જયોત જોવા મળી હતી.

જીવનનગર- જ્ઞાનજીવન સોસાયટીમાં હોલિકૌત્સવ પ્રાગ્ટય અવશરે પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, મેયર ડો.ર્પ્રદિપભાઈ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડિયા, પૂર્વ નગર સેવક અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીશભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ચુડાસમા, મનિષભાઈ ડેડકીયા, કોર્પોરેટર- મગનભાઈ સોરઠીયા, વોર્ડ નં.૧૦ના નગર સેવકો જયોત્સનાબેન ટીલાળા, નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, ડો.રાજેશ્વરીબેન ડોડિયા, કેનેડાના ક્રિષ્નાબેન પંડયા ઉપસ્થિત રહ્યા હતા.

જીવનનગરમાં સફળતા માટે પંકજભાઈ મહેતા, વિનુભાઈ ઉપાધ્યાય, હસુભાઈ મોડેસરા, શૈલેષભાઈ પટેલ, પાર્થ ગોહેલ, અશોકભાઈ વાઘેલા, અંકલેશ ગોહિલ, પ્રતાપભાઈ વાઘેલા, વી.સી.વ્યાસ, કમલેશ પાઠક, જ્ઞાનજીવનનાં પાર્થ વ્યાસ અને મિત્ર મંડળે મહિલા મંડળના ભારતીબેન ગંગદેવ, હંસાબેન ચુડાસમા, હર્ષાબેન પંડયા વકિલ, પ્રફુલ્લાબેન બોરીચા, કુસુમબેન ચૌહાણ, અલ્કાબેન પંડયા, ભદ્રાબેન ગોહેલ, રેખાબેન વાઢેર, જયશ્રીબેન મોડેસરા, જયોતિબેન પુજારા વિગેરે જહેમત ઉઠાવી હતી.

(3:08 pm IST)