Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

વેકસીનેશનમાં મ.ન.પા.ને સરકારની શાબાસી...

૧.૪૮ ડોઝ અપાઇ ગ્યાઃ એપ્રીલનાં અંતમાં ૩ લાખનો ટાર્ગેટ

૪૬ કાયમી કેન્દ્ર અને સંસ્થાઓ-જ્ઞાતિ મંડળો દ્વારા કેમ્પમાં રસીકરણ ઝૂંબેશ વેગવંતીઃ દરરોજ સરેરાશ ૧પ૦૦૦ ડોઝ આપવામાં આવી રહયા છેઃ રાજય સરકારની વીડીયો કોન્ફરન્સમાં માહિતી રજૂ કરતાં ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૩૧ :.. કોરોનાં સંક્રમણ બેફામ વધી રહ્યુ છે. તેથી સરકારે કોરોના સામે રક્ષણ આપતી વેકસીન બને તેટલી વધુ ઝડપે નાગરિકોને અપાઇ જાય તે માટે ઝૂંબેશાત્મક કામગીરી શરૂ કરાવી છે. જેમાં રાજકોટ મ.ન.પા.એ અત્યાર સુધીમાં ૧.૪૮ લાખ ડોઝ આપી દેતાં રાજય સરકારે તંત્રની આ ઝડપી કામગીરીને બિરદાવી છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે આજે રાજય સરકારની વિડીયો કોન્ફરન્સ મીટીંગ હતી. જેમાં રાજકોટ મ.ન.પા. દ્વારા ચાલી રહેલ વેકસીનેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ જેમાં રાજકોટમાં આજ સુધીમાં ૧.૪૮ લાખ ડોઝ આપી દેવાયાનું અને હવે પછી દરરોજ સરેરાશ ૧પ૦૦૦ ડોઝ આપી એપ્રીલનાં અંત સુધીમાં ૩ લાખથી વધુ ડોઝ આપવાનું આયોજન છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમાં ૪૬ કાયમી વેકસીનેશન સેન્ટર છે. અને ત્યાં ૪પ થી ૬૦ વર્ષની વય જુથનાં લોકોને સરકારની સુચના મુજબ રસીકરણ થઇ રહ્યું છે.

આ ઉપરાંત સેવાકિય સંસ્થા વ્યાપારી સંગઠનો, જ્ઞાતિ મંડળો દ્વારા પણ મ.ન.પા.નાં સહયોગથી વેકસીનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે. જેની વેકસીનેશનની કામગીરી ઝડપી અને સરળતાથી થઇ રહી છે.

(3:09 pm IST)