Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રવિવારે સરદારનગર ઉપાશ્રયે વેકસીનેશન કેમ્પ

રાજકોટ મહાનગરપાલીકા અને જૈનમ દ્વારા : ગુરૂ-શુક્ર રજીસ્ટ્રેશન કરાવી લેવુ, નામ નોંધણી બાદ પાસ આપવામાં આવશે

રાજકોટઃ  તા.૩૧, કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા સમગ્ર દેશ અને  રાજયમાં શ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં કોરોના વેકસીનેશન માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુબેશમાં ૪૫ વર્ષથી મોટી ઉંમરનાં દરેક ભાઈ-બહેન રસી મુકાવી કોરોના સામે રક્ષણ મળે તેવો ઘ્યેય છે. રાજકોટ મહાનગરપાલિકા અને  જૈન સમાજની સંસ્થા જૈનમ દ્વારા  આગામી રવિવાર એટલે કે તા.૪ એપ્રિલનાં રોજ શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ, ૯/૧૪ સરદારનગર, સરદારનગર મેઈન રોડ, રાજકોટ ખાતે સવારે ૯ થી બપોરે પ સુધી નિઃશુલ્ક કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 ૪૫ વર્ષથી ઉપરનાં કોઈપણ વ્યકિત કોરોના વેકસીન લેવા ઈચ્છુક હોય તેઓએ તા.૧ એપ્રીલ ગુરુવાર અને તા.૨ એપ્રીલ શુક્રવારનાં રોજ સવારે ૧૦ થી ૧૨ અને બપોરે ૪ થી ૬ દરમ્યાન પોતાના નામ શ્રી સરદારનગર જેન ઉપાશ્રય, ૯/૧૪ સરદારનગર, સરદારનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રજીસ્ટ્રર કરાવી લેવાનાં રહેશે. દરેકને પાસ આપવામાં આવશે.

આ વેકસીનેશન કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ,  શ્રી પુષ્કરભાઈ પટેલ (ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી), ડો.પ્રદિપભાઈ ડવ  (મેયર),ડો.દર્શિતાબેન શાહ (ડેપ્યુટી મેયર), ડો.રાજેશ્રીબેન ડોડીયા (ચેરમેન  : આરોગ્ય સમિતિ), સુરેન્દ્રસિંહ વાળા  (દંડક), વિનુભાઈ ઘવા (નેતા - શાસક પક્ષ) ઉપસ્થિત રહેશે.

  સવારે ૯ થી ૧૦ નાં વેકસીન પાસ માટે મેહુલભાઈ દામાણી - ૯૮૨૫૦ ૭૯૬૧૫, સવારે ૧૦ થી ૧૧ નાં વેકસીન પાસ માટે મયુરભાઈ શાહ - ૯૪૨૮૨ ૦૦૦૭૫, સવારે ૧૧ થી ૧૨ નાં વેકસીન પાસ માટે વિક્રાંતભાઈ શાહ - ૯૮૨૫૦ ૭૮૪૦૫, બપોરે ૧૨ થી ૧ નાં વેકસીન પાસ માટે નિલેશભાઈ ભાલાણી - ૯૮૨૪૪ ૨૯૭૦૦, બપોરે ૧ થી ૨ નાં વેકસીન પાસ માટે અમીષભાઈ દોશી - ૯૮૭૯૩ ૪૧૮૧૦, બપોરે ૪ થી પ નાં વેકસીન પાસ માટે તરૂણભાઈ કોઠારી - ૯૩૭૪૧ ૦૧૩૨૨ નંબર ઉપર વોટ્સઅપ અથવા ફોન કરી રજીસ્ટ્રેશન કરાવી લેવા અથવા ઉપર જણાવેલ સમય મર્યાદામાં શ્રી સરદારનગર ઉપાશ્રય ખાતે રૂબરૂ પણ નામ રજીસ્ટ્રર કરાવી લેવા યાદીના અંતમાં જણાવાયું છે.

(3:09 pm IST)