Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રોયલ પાર્ક સંઘમાં કોરોના રસીકરણ કેમ્પ સંપન્ન

રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘ-જીપીજી તથા યંગ ઇન્ડિયન્સ ગ્રુપના સહયોગ તથા પ્રેરણાથી તા.૩૧ ના રોજ સવારે ૯ થી રાજકોટ મહાનગર પાલિકા આયોજીત કોરોના વેકિસનેશન કેમ્પમાં ૪પ વર્ષથી ઉંમરના વ્યકિતઓએ કોરોના વેકિસનેશનો બહોળા પ્રમાણમાં લાભ લીધેલ દરેક વ્યકિતે એ આધાર કાર્ડ સાથે માસ્ક પહેરીને કાયદા મુજબથી વેકસીનનો લાભ લીધેલ. કોવીડ-૧૯ ની વેકસીન તદ્દન નિઃશુલ્ક આપવામાં આવેલ હતી તેમજ સમય પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન સાથે વેકસીન આપવામાં આવેલ હતી. મેયર તથા ડે.મેયરએ દરેકને સુરક્ષીત કરવા કોવીડ-૧૯ વેકસીન અચુક લ્યો તેવી અપીલ કરેલ હતી. મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલ કલેકટર રેમ્યાબેન મોહનજીએ આ તકે શુભેચ્છા સંદેશ પાઠવેલ. મેયર પ્રદીપભાઇ ડવ ઉપસ્થિત રહી વેકસીન લેવાનો પ્રેરણા મેસેજ આપેલ હતો. સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ એ મેયરની હાજરીમાં  વેકસીનનો બીજો ડોઝ લીધેલ હતો.વેકસીનેશન કેમ્પનું ઉદ્દઘાટન તથા દીપ પ્રાગટય ડે.મેયર દર્શિતાબેન શાહ, આરોગ્ય ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, સ્થાનીક કોર્પોરેટર ચેતનાબેન સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા તથા પરેશભાઇ હમ્બલ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ પાંભર તથા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. આ સાથે ૪ર દિવસ પછી  શ્રી રોયલ પાર્ક.સ્થા. જૈન મોટા સંઘના આંગણે વેકસીનેશનના બીજા ડોઝનું પણ આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે થઇ યંગ ઇન્ડીયન્સ ગ્રુપના રૂષભાઇ શેઠ, રાહુલભાઇ ડાંગર, પ્રણવભાઇ ભાલારા, અમીષભાઇ ચંદારાણા, નમ્રતાબેન ભટ્ટ, દર્શનભાઇ લાખાણી, ચીરાગભાઇ લાખાણી, અંકુરભાઇ બંસલ, નૈમી ખખ્ખર, વિશાલભાઇ સોનવાણી વિગેરે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ સમિતિના ચંદ્રકાંતભાઇ શેઠની આગેવાની હેઠળ પપ્પુભાઇ મહેતા, વીરેશભાઇ ગોડા, જગદીશભાઇ દોશી, કેતનભાઇ પારેખ, રાજુભાઇ મોદી, બીપીનભાઇ પારેખ, તેજસભાઇ દોમડીયા, વિશાલભાઇ પારેખ, દિલીપભાઇ મહેતા, કેવલભાઇ ચોકસી તથા શેઠ ઉપાશ્રય સંઘ સમિતિ અને. જે.પી.જી.ના ઉપપ્રમુખ શૈલેષભાઇ માઉ.મંત્રી હેમલભાઇ મહેતા, પ્રફુલભાઇ ઘાટલીયા, તેજશભાઇ મહેતા, રાકેશભાઇ દોશી, વ્યોમેશભાઇ શાહ, વિગેરેએ વેકસીનેશન કેમ્પમાં ખુબજ સુંદર વ્યવસ્થા ગોઠવેલ હતી. તેમજ ખુબજ જહેમત ઉઠાવીને બહોળી સંખ્યામાં લાભાર્થીઓને વેકસીન અપાવાની અનુમોદના કરેલ હતી.

(3:10 pm IST)